સાઉદી અરબના નવા શાહ કિંગ સલમાન પાસે ભારતના જીડીપી દરની ૭૦ ટકા રકમ થાય એટલી અઢળક સંપત્તિ છે. તેમની પાસે ૧૨૦ કરોડ સાઉદી રિયાલ એટલે કે રૂ. ૧,૯૭૪ કરોડ રૂપિયા છે. સાઉદીના પૂર્વ કિંગ શાહ અબ્દુલ્લાની કુલ સંપત્તિ ૨૧ બિલિયન ડોલરની તુલનામાં કિંગ સલમાનની સંપત્તિ માત્ર બે ટકા જેટલી ઓછી છે. કિંગ સલમાન પાસે તેમના ભાઈ અબ્દુલ્લા કરતાં ઓછી સંપત્તિ હોવાનું મુખ્ય કારણ એ છે કે તેમણે સાતમા દાયકામાં વિવિધ કંપનીઓમાં પોતાની ભાગીદારીને પોતાના પુત્રોને વહેંચી દીધી હતી. અત્યારે કિંગ સલમાન એ શાહી પરિવારના પ્રમુખ છે જેની કુલ સંપત્તિ ૧.૪ ટ્રિલિયન ડોલર છે.
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન વિશ્વાસનો મત જીત્યાઃ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ટોની અબોટ વિશ્વાસનો મત જીતી ગયા હતા. તેઓ સત્તા પર આવ્યાને ૧૭ મહિના જેટલો સમય વીત્યો ત્યાં જ વિશ્વાસનો મત લેવાની સ્થિતિ સર્જાઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં તેમના ખરાબ દેખાવથી તેમની લોકપ્રિયતા ઘટી હતી જેના પછી તેમની લિબરલ પાર્ટીના કેટલાંક સાંસદોએ તેમના પદ સામે પડકાર ફેંક્યો હતો.