ન્યૂ યોર્ક: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને ક્લાઈમેટ ચેન્જ રોકવા કાર્યરત 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય બાંગાથી માંડીને ઓલા ઈલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલ પણ સામેલ છે. ‘ટાઈમ’ મેગેઝિને અમે જળવાયુ પરિવર્તન અથવા તો ક્લાઈમેટ ચેન્જને રોકવાની દિશામાં કામ કરનારા દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે. તેમાં કોર્પોરેટ જગતથી લઈને સંગીતની દુનિયા સાથે જોડાયેલા લોકોને સામેલ કરાયા છે. આ યાદીમાં ભારતીય મૂળના નવ અમેરિકન પણ છે. આ મેગેઝિનમાં પ્રકાશિત ‘ટાઈમ 100 ક્લાઈમેટ’માં દુનિયાભરના સીઈઓ, સંસ્થાપકો, સંગીતકારો, પોલિસી મેકર્સ અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે.
આ યાદી 30 નવેમ્બરથી યુએઈમાં યોજાઈ રહેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ સમિટ 2023 પહેલા જ જાહેર કરાઈ છે.
યાદીમાં અજય બાંગા અને ભાવિશ અગ્રવાલ ઉપરાંત ધ રોકફેલર સ્થાપકના અધ્યક્ષ રાજીવ જે. શાહ, બોસ્ટન કોમન એસેટ મેનેજમેન્ટના સ્થાપક ગીતા અય્યર, અમેરિકા ઊર્જા ઋણ કાર્યક્રમ વિભાગના ડિરેક્ટર જીગર શાહ, હસ્ક પાવર સિસ્ટમના સીઈઓ અને સહ સ્થાપક મનોજ સિંહા, કેસર પરમેનન્ટના એન્વાયર્ન્મેન્ટલ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર સીમા વાધવા અને મહિન્દ્રા લાઈફસ્પેસના સીઈઓ અમિત કુમાર સિંહા સામેલ છે.