લંડનઃ કિંગ ચાર્લ્સે આ સપ્તાહથી જાહેર ફરજો બજાવવાનો પ્રારંભ કરી દીધો છે. મંગળવારે તેમણે ક્વીન કેમિલા સાથે યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલના મેકમિલન કેન્સર સેન્ટરમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કિંગ ચાર્લ્સ ખુશખુશાલ અને તંદુરસ્ત જણાયા હતા. તેમણે કેન્સરના દર્દીઓની મુલાકાત લઇ કહ્યું હતું કે, "I'm alright, thank you,". કિંગ ચાર્લ્સને કેન્સર રિસર્ચ યુકે ચેરિટીના નવા પેટ્રન તરીકે નિયુક્ત કરાયાં છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કિંગની કેન્સરની સારવારમાં પ્રગતિ જોવા મળી રહી છે. જૂન મહિનામાં તેઓ જાપાનના સમ્રાટ અને સામ્રાજ્ઞીની યજમાની કરવાના છે. વડાપ્રધાન રિશી સુનાકે કિંગ ચાર્લ્સ જાહેર ફરજો બજાવવાનું શરૂ કરી રહ્યાં છે તે અહેવાલોને વધાવી લેતાં જણાવ્યું હતું કે સપ્તાહાંતે ખુબ સારા સમાચાર મળી રહ્યાં છે.