લંડનઃ આખરે પ્રિન્સ હેરીએ પોતાનું સરનામુ બદલી દીધું છે. પ્રિન્સ હેરીએ રાજવી ફરજોથી મુક્ત થયાના 4 વર્ષ બાદ હવે સત્તાવાર રીતે પોતાનું સરમાનુ યુકેથી બદલીને અમેરિકા કર્યું છે. આ માટે પ્રિન્સ હેરીએ કેટલીક દસ્તાવેજી કાર્યવાહી પણ કરી છે.
અત્યાર સુધી પ્રિન્સ હેરી સત્તાવાર દસ્તાવેજોમાં યુકેનું સરનામુ આપતા હતા પરંતુ તાજેતરમાં તેમણે બ્રિટિશ કંપનીઝ હાઉસમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં સત્તાવાર સરનામા તરીકે અમેરિકાના રહેવાસીનો ઉલ્લેખ કર્યો છે. હાલ પ્રિન્સ હેરી તેમની પત્ની મેઘન મર્કેલ અને સંતાનો સાથે અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ કરી રહ્યાં છે.