લંડનઃ છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટિશ નાગરિકો કરતાં ભારતીયો અને નાઇજિરિયનોએ વધુ નોકરી હાંસલ કરી છે. સરકારી આંકડા અનુસાર કોરોના મહામારી શરૂ થઇ તે પહેલાંથી અત્યાર સુધીમાં યુકેમાં 1.5 મિલિયન નવી નોકરીઓ ઊભી થઇ હતી. તેમાંથી મોટાભાગની નોકરીઓ યુરોપિયન યુનિયન સિવાયના વિદેશી કામદારોના ફાળે ગઇ હતી.
2019થી અત્યારસુધીમાં 4,88,000 ભારતીય કામદારોએ નોકરી હાંસલ કરી જેની સામે બ્રિટિશ નાગરિકોને 2,57,000 નોકરી મળી હતી. 2,79,000 નોકરી નાઇજિરિયનને ફાળે ગઇ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બ્રેક્ઝિટ બાદ ઇમિગ્રેશન સુધારાના કારણે યુરોપિયન કામદારોનું સ્થાન યુરોપિયન સંઘ સિવાયના દેશોના માઇગ્રન્ટ્સે લઇ લીધું છે.
આંકડા દર્શાવે છે કે ઇયુના 2,42,000 કામદારો જ યુકેમાં નોકરી કરતાં હતાં. આ આંકડા વિદેશી કામદારો પર આધાર ઘટાડવાની કવાયત કરતી નવી લેબર સરકાર માટે પડકારજનક છે. લેબર પાર્ટીએ જણાવ્યું છે કે તે નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા ઇચ્છે છે.