લંડનઃ શ્રી ગુરુસિંઘ સભા ડર્બી ગુરુદ્વારાના બાબા બન્દાસિંહ બહાદૂર હોલ ખાતે 10મી યુકે ગટકા ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. તાજેતરમાં યુકે ડિફેન્સ કમિટીના અધ્યક્ષપદે ચૂંટાયેલા સ્લાઉના સાંસદ તનમનજિતસિંહ ઢેસી ગટકા ફેડરેશન યુકેના પણ પ્રમુખ છે. તેમણે છેલ્લા એક દાયકાથી થતા આયોજન માટે સમુદાય, સ્વયંસેવકો અને નેશનલ શિખ મ્યુઝિયમનો આભાર માન્યો હતો. તેમણે શિખ માર્શલ આર્ટ ગટકા અને શસ્ત્ર વિદ્યાને પ્રોત્સાહનનું આહવાન કર્યું હતું. શબદ કિર્તન અને અરદાસ બાદ વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ચેમ્પિયનશિપમાં યુકેના વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતાં યુવાઓ અને મહિલાઓની 9 ગટકા ટીમોએ ભાગ લઇ ખાલસા પરંપરા અનુસાર તેમના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે સાંસદો કેથરિન એટકિન્સ, બેગ્ગી શંકર, કાઉન્સિલરો હરદયાલસિંહ ઢિંડસા, હરજિન્દરસિંહ ગાહિર, ગુરકિરન કૌર, જાણીતા પંજાબી ગાયક નિર્મલ સિધુ, લેખક અશોક બંસલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગટકા ચેમ્પિયનશિપના વિજેતા
12-14 વર્ષઃ દમદમી તકસાલ ડર્બી ટીમ
કિશોરીઓ – અકાલી ફીલા સિંહ કોવેન્ટ્રીની ગુરસુખમાન કૌર
15-17 વર્ષ (કિશોરી) – દમદમી તકસાલ ડર્બી ટીમ
કિશોરો – બાબા બન્દા સિંહ બહાદૂર ટીમ
મહિલા – દમદમી તકસાલ ડર્બી ટીમ
પુરુષ – દમદમી તકસાલ ડર્બી ટીમ