દિલ્હીની કોર્ટ દ્વારા બીબીસી યુકેને સમન્સ પાઠવાયું

Tuesday 30th April 2024 12:19 EDT
 
 

લંડનઃ દિલ્હીની કોર્ટે બીબીસીને તેના યુકેના સરનામા પર ફરી એકવાર સમન્સ પાઠવ્યાં છે. અગાઉ બીબીસીને પાઠવાયેલા સમન્સની બજવણી સફળ ન રહેતાં નવેસરથી સમન્સ પાઠવાયાં છે. આ મામલાની સુનાવણી ઓગસ્ટ 2024માં થનાર છે. ડિસ્ટ્રિક્ટ જજ રૂચિકા સિંહની કોર્ટે જણાવ્યું હતું કે અગાઉના સમન્સની બજવણી ન થઇ શક્તાં હવે યુકેના સરનામા પર સમન્સ પાઠવવામાં આવ્યું છે.

જુલાઇ 2023માં ભાજપના નેતા બિનય કુમાર સિંહની અપીલ પર બીબીસીને સમન્સ પાઠવાયું હતું. બિનય કુમારે પીએમ મોદી પરની દસ્તાવેજી ફિલ્મ અને આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદ સંબંધિત અન્ય મટિરિયલ પ્રસારિત કરતાં બીબીસીને અટકાવવાની માગ કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ વિરુદ્ધની આ દસ્તાવેજી ફિલ્મ સંગઠનોને બદનામ કરવાના મલિન ઇરાદા ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter