લંડનઃ પોર્શ, મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી કારના માલિકોને લક્ષ્યાંક બનાવીને આચરાયેલા 2 મિલિયન પાઉન્ડના કાર ઇન્શ્યુરન્સ સ્કેમમાં 16 આરોપીને દોષી ઠેરવી 15 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવી છે. અપરાધીઓની આ ગેંગ દ્વારા મોટી સંખ્યામાં લોકોના ડેટા ચોરીને ખોટા ઓળખ દસ્તાવેજો ઊભા કરી ક્રેડિટ એગ્રિમેન્ટ્સ તૈયાર કરતાં હતાં. કાર ડીલરો સાથે એકવાર ક્રેડિટ નક્કી થઇ જાય ત્યારબાદ તેઓ હોટેલના કાર પાર્કિંગ જેવા સ્થળોથી મોંઘી કારોની ચોરી કરતાં હતાં. ફેબ્રુઆરી 2020થી જુલાઇ 2022 વચ્ચે તેમણે 2 મિલિયન પાઉન્ડ કરતાં વધુ મૂલ્યની કારોની ચોરી કરી હતી.
કોને કેટલી સજા
આમીર મુખ્તાર – 4 વર્ષ 10 માસ, મુખ્તાર ઇબ્રાહીમ – 4 વર્ષ 6 માસ, ઇમેન્યુઅલ વામિના – બે વર્ષ 6 માસ, સમદ મિયાં – બે વર્ષ એક માસ, સાદિક મિયાં – 14 માસ, મોહમ્મદ જિલાની – 28 માસ, લિરોય ગેઇલ – 18 માસ, જમાલ લેમ્બર્ટ – 24 માસ, હેન્રી ગેલોવે – 24 માસ, ઇમોન હેન્નિગન- 24 માસ, મિકેઇલ અબ્દાલા – 24 માસ, માર્ટિન હર્બટ – 14 માસ, એહમદ અલી – 1 વર્ષ 6 માસ, જેમ્સ લેઝેલ – 13 માસ, ગેરાડો ઓર્ટિઝ – બે વર્ષ, હસન કિજેન્યી – બે વર્ષ