લંડનઃ બ્રિટિશ નાગરિકતા છીનવી લેવાના નિર્ણયને પડકાર આપવાના છેલ્લા પ્રયાસમાં પણ શમિમા બેગમને નિષ્ફળતા મળી છે. શમિમાને આશા હતી કે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે નાગરિકતા છીનવી લેવાના સરકારના નિર્ણયને રદ કરાશે. શમિમા સગીર વયની હતી ત્યારે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે સીરિયા ગઇ હતી ત્યારબાદ સરકારે તેની નાગરિકતા છિનવી લીધી હતી.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, શમિમા બેગમ કોર્ટ ઓફ અપીલના અગાઉના ચુકાદાને પડકારી શકે નહીં. શમિમા બેગમ દ્વારા દાખલ કરાયેલી અપીલમાં કાયદાનો કોઇ દલીલ કરી શકાય તેવો તર્ક અપાયો નથી.
ગયા વર્ષે સ્પેશિયલ ઇમિગ્રેશન અપીલ્સ કમિશન દ્વારા શમિમા બેગમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે કોર્ટ ઓફ અપીલના દ્વાર ખખડાવ્યાં હતાં પરંતુ ત્યાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. ઇસ્ટ લંડનના બેથનલ ગ્રીન ખાતે રહેતી શમિમા બેગમ તેની શાળાની બે મિત્ર સાથે 2015માં
સીરિયા પહોંચી હતી અને પાછળથી તે સિરિયન રેફ્યુજી કેમ્પમાંથી મળી આવી હતી.