લંડનઃ મહિલા પર બળાત્કાર ગુજારી તેની અશ્લિલ તસવીરો પરિવાર અને મિત્રોને મોકલવાની ધમકીઓ આપનાર તનબીર એહમદ નામના નરાધમને બળાત્કાર અને અન્ય આરોપો અંતર્ગત 15 વર્ષની કેદ અને વધુ ચાર વર્ષ લાયસન્સ પરની સજા ફટકારવામાં આવી છે. તનબીર એહમદની ધરપરડ 16 નવેમ્બર 2021ના રોજ કરાઇ હતી પરંતુ તપાસમાં વિલંબને કારણે તેના કેસની સુનાવણી જાન્યુઆરી 2024માં શરૂ કરાઇ હતી. એહમદે આ મહિલા પર બે વાર બળાત્કાર ગુજારીને તેની અશ્લિલ તસવીરો લીધી હતી અને તેના આધારે મહિલાને બ્લેકમેલ કરી રહ્યો હતો. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા એહમદને બળાત્કાર અને બ્લેકમેલ કરવાના આરોપ માટે દોષી ઠેરવ્યો હતો.