લંડન-ચેન્નઇ ફ્લાઇટમાં સગીરાની છેડતી કરનાર ઇજનેરની ધરપકડ

Tuesday 23rd April 2024 10:48 EDT
 

લંડનઃ લંડનથી ચેન્નઇ જતી ફ્લાઇટમાં 15 વર્ષની સગીરા સાથે શારીરિક છેડછાડના આરોપસર 31 વર્ષીય એન્જિનિયરની ધરપકડ કરાઇ હતી. ચેન્નઇ પોલીસે હાલ આયર્લેન્ડમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા ચેન્નઇના આ ઇજનેર સામે માતાપિતાની ફરિયાદ બાદ પોક્સો અંતર્ગત કેસ નોંધીને કાર્યવાહી કરી હતી. સગીરાના વાલીઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ તેમની દીકરીની પાછળની સીટ પર બેઠો હતો. સગીરાએ તેના માતા-પિતાને આરોપી દ્વારા થઇ રહેલી છેડછાડની જાણ કરી હતી જેના પગલે તેમણે ક્રુ મેમ્બરને માહિતી આપી હતી. ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધી કાઢી જેલ ભેગો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter