લંડનઃ શેફિલ્ડમાં એક પારિવારિક ઘટના બાદ ૩૪ વર્ષીય સારા બરાસ પર પોતાના બે પુત્ર બ્લેક (૧૪) અને ટ્રીસ્ટાન (૧૩)ની હત્યા કરવાનો આરોપ મૂકાયો હતો. તેણે બન્નેને ઝેર આપ્યું હોવાની શંકા છે. તેને કોર્ટ સમક્ષ હાજર કરાતા તે રડી પડી હતી. તેના પર અન્ય બે બાળકોની હત્યાના પ્રયાસ બદલ ત્રણ કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. કોર્ટના આદેશને પગલે આ બે બાળકોના નામ જાહેર કરાયા નથી.
બરાસ ઉપરાંત બ્લેક અને ટ્રીસ્ટાનની હત્યાના અન્ય આરોપી બ્રેન્ડન મશીન (૩૭) સાથે શેફિલ્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાઈ હતી. બન્નેએ ગ્રે કલરની પ્રિઝન ટી-શર્ટ પહેરી હતી અને તેમને ત્રણ સિક્યુરિટી ઓફિસરોના જાપ્તા હેઠળ કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટની અંદર આવતા જ સારા રડી પડી હતી.