લંડનઃ હાર્લ્સડનમાં વિન્ડરશ રોડ પર ગોળીબારમાં ઘાયલ ૨૦થી ૩૦ વર્ષની વચ્ચેનો એક પુરુષ મળી આવ્યો હતો. પેરામેડિક્સ આવે ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ, તેને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો.
મેટ્રોપોલિટન પોલીસ તેના પરિવારજનોની તપાસ કરી રહી છે. હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. પોલીસ પૂછપરછ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
ગઈ ૩જી જૂને એનર્જન ક્લોઝ પર અઢી વર્ષના એક બાળકની હત્યા થઈ હતી ત્યાંથી વિન્ડરશ રોડ એક માઈલ કરતા પણ ઓછાં અંતરે છે. તેનાથી થોડા માઈલના અંતરે બ્રેન્ટમાં અન્ય ચાર હત્યાની ૨૦૨૦માં તપાસ શરૂ થઈ હતી. તેમાં ફ્રાયન્ટ કન્ટ્રી પાર્કમાં થયેલી બે બહેનોની હત્યાનો સમાવેશ થાય છે.