લંડનઃ બ્રિટનમાં માત્ર લંડનમાં ૯ માર્ચથી ૧૯ એપ્રિલના ૧૦ દિવસ દરમિયાન ઘરેલું હિંસાના કિસ્સામાં ૪૦૦૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ એક દિવસમાં અંદાજે ૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘરેલું હિંસાના ગુનાની સંખ્યામાં વધારો થયો છે. જેનું મૂળ કારણ કોરોના લક્ષણવાળા લોકોને ઘરમાં સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનું છે. નવ માર્ચથી લગભગ ૨૪ ટકાનો વધારો થયો છે, જે નિશ્ચિતરૂપે ચિંતાનો વિષય છે. પોલીસે જણાવ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે ઉપસ્થિત થયેલ ઘરેલું હિંસામાં ગત વર્ષે કરતાં ત્રણ ટકાનો વધારો થયો છે. જ્યારે ૯ માર્ચથી લઇને ૧૯ એપ્રિલ દરમિયાન ૯ ટકાનો વધારો થયો છે આ રીતના ગુનામાં પોલીસ સામાન્ય રીતે ફરિયાદ દાખલ કરતી નથી.