લંડનઃ હીથ્રો એરપોર્ટના સિક્યુરિટી સ્ટાફ દ્વારા ચેકિંગ માટે ૬૪ વર્ષીય ક્લાસિસિસ્ટ અને બ્રોડકાસ્ટર મેરી બીઅર્ડે પોતાનાં આંતરવસ્ત્રને બાદ કરતા બાકીનાં વસ્ત્રો કેવી રીતે ઉતરાવ્યાં તેની વાત જાહેર કર્યાં બાદ એરપોર્ટના સત્તાવાળાએ તેમની માફી માંગી હતી.
મેરીએ જણાવ્યું હતું કે તેમને કપડાં ઉતારવાં માટે સૂચના અપાયાં બાદ સહપ્રવાસીઓએ તેમને નાના કાળા આંતરવસ્ત્રમાં (અને) બ્રા વિના જોયાં હતાં. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે ,‘હું જાણું છું કે કાયદો એ કાયદો છે (અને આપણે સૌ એરપોર્ટ સિક્યુરિટી પર આધારિત છીએ. પરંતુ, હીથ્રો સિક્યુરિટી દ્વારા ‘ટ્યુનિક’ (તેઓ ‘જેકેટ’ હોવાનું માનતા હતા) કાઢવાં માટે કહેવાતાં મને આશ્ચર્ય થયું હતું.’