લંડનમાં મલયાલી ગર્લફ્રેન્ડની હત્યાના પ્રયાસ માટે ભારતીય વિદ્યાર્થીને 16 વર્ષની કેદ

Tuesday 30th April 2024 12:23 EDT
 

લંડનઃ પૂર્વ ગર્લફ્રેન્ડની હત્યાનો પ્રયાસ કરનારા 25 વર્ષીય ભારતીય નાગરિકને 16 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. લંડનના ઓલ્ડ બેઇલીમાં રહેતા શ્રીરામ અમ્બાર્લાએ પોતાનો દોષ કબૂલી લેતાં જણાવ્યું હતું કે, તેણે એક બિરિયાની રેસ્ટોરન્ટમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એવી મલયાલી વિદ્યાર્થિનીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. અમ્બાર્લાને કોઇ કાયદેસરના કારણ વિના સાથે ચાકૂ રાખવાના અપરાધ માટે 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત તે કેરળની આ મહિલાનો જીવનમાં ક્યારેય સંપર્ક કરી શકશે નહીં.

આ યુગલ હૈદરાબાદમાં એક કોલેજમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને 2017થી બંને વચ્ચે સંબંધ હતો પરંતુ મહિલાએ પાછળથી સંબંધ તોડી નાખ્યો હતો. બંને ફેબ્રુઆરી 2022માં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવ્યા હતા અને ઇસ્ટ લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. 25 માર્ચ 2022ના રોજ અમ્બાર્લાએ મહિલા પર ઇસ્ટ હામમાં આવેલા હૈદરાબાદ વાલા રેસ્ટોરન્ટમાં હુમલો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter