લંડનઃ વડાપ્રધાન કેર સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ સૂ ગ્રેએ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. એમ કહેવાય છે કે ગ્રે અને સ્ટાર્મરના સલાહકારોની ટીમ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. બીજીતરફ ગ્રે પર તેમના વેતનની માહિતી મીડિયામાં લીક કરવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્ટાર્મરને પડી રહેલી કેટલીક મુશ્કેલીઓ માટે પણ ગ્રે જવાબદાર હોવાના આરોપ કેટલાક અધિકારીઓ દ્વારા મૂકાયાં છે.
સૂ ગ્રેને રિજિયન્સ અને નેશન્સ માટે સ્ટાર્મરના રાજદૂત તરીકે નિયુક્ત કરાયાં છે. ગ્રેના સ્થાને અગાઉ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર રહેલા મોર્ગન મેકસ્વીનીની નિયુક્તિ કરાઇ છે. વડાપ્રધાન સ્ટાર્મર દ્વારા તેમના સલાહકારોની ટીમમાં પણ બદલાવ કરાયાં છે.
10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સ્ટાર્મરની નવી ટીમ
- મોર્ગન મેકસ્વીની – ચીફ ઓફ સ્ટાફ
- જેમ્સ લિયોન્સ – ડિરેક્ટર ઓફ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ
- વિદ્યા એલેકસન – ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ
- જિલ કુથબર્ટસન – ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ
- નિન્જેરી પંડિત – પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી