લંડનઃ ડ્રાઇવર એન્ડ વ્હિકલ લાયસન્સિંગ એજન્સી (ડીવીએલએ) દ્વારા યુકેમાં તમામ વાહનચાલકોને નવી એલર્ટ મોકલવામાં આવી છે જેમાં તેમને વ્હિકલ મેનેજમેન્ટ સરળ બનાવવામાં મદદ મળી શકે તે માટે ફક્ત પાંચ મિનિટ ફાળવવાની સલાહ અપાઇ છે.
આ સરકારી વિભાગ યુકેમાં વાહનચાલકો અને વાહનોના ડેટાબેઝની જાળવણી કરે છે. વાહનને ટેક્સમાંથી મુક્તિ અપાઇ ન હોય તેવા તમામ વાહનચાલકો વ્હિકલ ટેક્સ ભરે છે કે નહીં તેના પર આ વિભાગ ચાંપતી નજર રાખે છે. જે વાહનચાલકો ટેક્સ ભરતા નથી તેમને વિવિધ પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડે છે. તેમની સામે અદાલતી કાર્યવાહી પણ થઇ શકે છે અને વાહન જપ્ત પણ કરી શકાય છે.
ડીવીએલવીએ તમામ વાહનચાલકોને તેમણે વ્હિકલ ટેક્સ ચૂકવી દીધો છે કે કેમ તે ચકાસી લેવા થોડી મિનિટો ફાળવવાની અપીલ કરી છે. વિભાગ દ્વારા ટેક્સ્ટ અથવા ઇમેલ દ્વારા વ્હિકલ ટેક્સ અંગેના રિમાઇન્ડર પણ મોકલવામાં આવે છે.