લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા આયોજિત પૌરાણિક સિલ્ક રોડ પરના પ્રદર્શનમાંથી ભારતની બાદબાકી કરાતાં વિવાદ સર્જાયો છે. ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલે બ્રિટિશ મ્યુઝિયમ ખાતે આયોજિત પ્રદર્શનમાં મૂકાયેલી 300 કરતાં વધુ વસ્તુઓમાં ભારત સાથે સંકળાયેલી કોઇ વસ્તુ ન હોવાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇ.સ. 500થી ઇ.સ. 1000 સુધીના સમયગાળામાં સિલ્ક રૂટ દ્વારા પશ્ચિમ અને પૂર્વ વચ્ચે વેપાર ચાલતો હતો અને આ વેપારમાં ભારતનું યોગદાન અત્યંત મહત્વનું હતું. પ્રદર્શનમાંથી ભારતની જ બાદબાકી કરી નંખાતા મને ઘણો આઘાત લાગ્યો હતો.
ગયા સપ્તાહમાં બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા સિલ્ક રોડ્સ નામનું પ્રદર્શન શરૂ કરાયું હતું. મ્યુઝિયમે જણાવ્યું હતું કે, એક જ સિલ્ક રૂટ હોવાના જાણીતા દાવાને પડકાર માટે આ પ્રદર્શન આયોજિત કરાયું છે. તે સમયે એક કરતાં વધુ સિલ્ક રૂટ અસ્તિત્વમાં હતાં.
ઇતિહાસકારે જણાવ્યું હતું કે, સિંગલ કોરિડોરમાં સમગ્ર એશિયા ખંડ સમાઇ જતો હતો. ભારત રોમન સામ્રાજ્યનો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો. તમે જ્યારે પૌરાણિક વિશ્વના ટ્રેડ રૂટ પ્રદર્શિત કરતા હો અને તેમાં નાના નાના સ્થળનો પણ ઉલ્લેખ થતો હોય ત્યારે સૌથી મોટા વેપાર ભાગીદારને ભૂલી જાવ તે કેમ ચાલે.
ડેરિલલિમ્પે જણાવ્યું હતું કે, ભારત રોમનો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો. જ્યારે ચીન અને રોમ એકબીજાના અસ્તિત્વથી ઘણા દૂર હતાં.