લંડનઃ હેરો અને બ્રેન્ટ ખાતેની વોલફિન્ચ ફ્રેન્ચાઇઝી શિલ્પી વર્માને ગ્રેટ બ્રિટિશ ફ્રેન્ચાઇઝી એવોર્ડ્સથી સન્માનિત કરાયાં છે. શિલ્પીએ 2021માં વોલફિન્ચ સાથે હોમ કેર કંપનીનો પ્રારંભ કર્યો હતો. બિઝનેસ સ્કીલ સાથે હોમ કેર માટેના જુસ્સા અને ફક્ત 3 વર્ષના ગાળામાં 55 કર્મચારીઓની મજબૂત ટીમ ઊભી કરવા માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરાયાં છે.
એવોર્ડ ઓર્ગેનાઇઝર વિચફ્રેન્ચાઇઝીના સુઝેન મેલવિલેએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં શરૂ કરાયેલ ફ્રેન્ચાઇઝી કેર ઇન્ડસ્ટ્રીમાં આટલું સારું કામ કરી રહી છે તે એક અદ્દભૂત બાબત છે. શિલ્પીનો અન્યોને મદદ કરવાનો સ્વભાવ અને સફળ બિઝનેસ નિર્માણ તેમાં દેખાઇ આવે છે. જજોએ તેમની પસંદગી શા માટે કરી તે સરળતાથી સમજી શકાય તેમ છે.