બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપનાથી માંડીને અંતરિક્ષ, રેલવે, માહિતી અને પ્રસારણ જેવા અનેક ક્ષેત્રોને આવરી લેવાયા છે. મોદી અને તેમના સમોવડિયા લી કેકિયાંગની ઉપસ્થિતિમાં બન્ને દેશના જે તે વિભાગના વડાઓએ આ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
• ચેન્નઈ, ચેંગડુમાં નવા વાણિજ્ય દૂતાવાસ • વોકેશનલ એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સહકાર • ગાંધીનગરમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટ પર સહકાર • વેપારમંત્રણામાં સહકાર માટે રચનાત્મક માળખું ઘડવું • ચીનની સામ્યવાદી પાર્ટી સાથે આંતરરાષ્ટ્રીય બાબતો પર સહકાર • રેલવે ક્ષેત્રે સહકાર એક્શન પ્લાન પર કરાર • શૈક્ષણિક આદાનપ્રદાન કાર્યક્રમ વિશે સમજૂતી કરાર • ખાણ-ખનીજ ક્ષેત્રે સહકાર સાધવા સમજૂતી કરાર • પાંચ વર્ષમાં અંતરિક્ષ ક્ષેત્રે સાથે મળી કામ કરશે • ખાદ્યાન્ન પરના આરોગ્ય અને સુરક્ષાનિયંત્રણો પર પ્રોટોકોલ • માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં સહકાર, દૂરદર્શન સાથે સમજૂતી કરાર • પ્રવાસનને વેગ આપવા પ્રવાસનમંત્રાલયો વચ્ચે સહકારનો કરાર • ઇન્ડિયા-ચાઇના થિંકટેંક ફોરમની સ્થાપના કરવા સમજૂતી કરાર • નીતિઆયોગ અને ચીની ડેવલપમેન્ટ કાઉન્સિલ વચ્ચે સમજૂતી કરાર • ધરતીકંપ મુદ્દે સહકાર સાધવા ભૂસ્તર વિભાગો વચ્ચે સમજૂતી કરાર • સમુદ્રી વિજ્ઞાન, સમુદ્રી ટેક્નોલોજી, ક્લાઇમેટ ચેન્જ અંગે સમજૂતી કરાર • જિયોલોજિકલ અને ખાણ ક્ષેત્રે વૈજ્ઞાનિક સહકાર માટે સમજૂતી કરાર • કર્ણાટક અને સિચુઆન વચ્ચે સિસ્ટર સ્ટેટના સંબંધો સ્થાપવા કરાર • ચેન્નઈ-ચોંગક્વિંગ વચ્ચે સિસ્ટર સિટી કરાર • હૈદરાબાદ-ક્વિગડાઓ વચ્ચે સિસ્ટર સિટી કરાર • દુનહુઆંગ-ઔરંગાબાદ વચ્ચે સિસ્ટર સિટી કરાર • ફુદાન યુનિવર્સિટી સાથે સાંસ્કૃતિ સંબંધો માટે સમજૂતી કરાર • ચીનમાં યોગ કોલેજ સ્થાપવા સમજૂતી કરાર • રાજ્ય-પ્રદેશ નેતાઓનું ફોરમ રચવા સમજૂતી કરાર