લખનઉઃ રામનગરી અયોધ્યા પહોંચી ન શકતા રામલલાના ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને રામ મંદિર ટ્રસ્ટે રામલલાની મુખ્ય આરતીઓનું સીધું પ્રસારણ કરશે. રામલલાના ભક્તો ઘરે બેઠાં આરતીનો લ્હાવો લઇ શકશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ આ સુવિધા શરૂ થઈ શકે છે. હાલમાં ભાગવાન રામલલાની ચાર પ્રહરની મુખ્ય આરતી છે. જેમાં સવારે શ્રુંગાર આરતી, બપોરે ભોગ આરતી, સાંજે સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી કરવામાં આવે છે. ભગવાન રામલલાની ત્રણ મુખ્ય આરતીઓનું લાઇવ પ્રસારણ કરવાની તૈયારી હવે ટ્રસ્ટ કરી રહ્યું છે. નોંધનીય છે કે હાલમાં રામલલાની સવારની પહેલી આરતી દુરદર્શનના માધ્યમથી જોઇ શકાય છે. રામમંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે સવારે છ કલાકે દુરદર્શનના માધ્યમથી સવારની આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવે છે.