અમદાવાદથી ૩૦ મિનિટના અંતરે આકાર લઈ રહેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને વડીલો માટેના વૈભવી નિવાસસ્થાનોના પ્રોજેક્ટ ‘પ્રારંભ’ના ડિરેક્ટર કૈલાશભાઈ ગઢવી આગામી તા. ૭થી ૧૫ ડિસેમ્બર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે.
સિનિયર સિટીઝન્સની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલા ‘પ્રારંભ’ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાતો ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ હતી. અમદાવાદથી ૩૦ મિનિટના અંતરે પ્રાકૃતિક સૌંદર્ય સાથે આહલાદ્ક વાતાવરણ ધરાવતા આ સ્માર્ટ સિટીમાં ૫૫૦ વિલા છે. સેકન્ડ ફેઝમાં રેડી પઝેશન સાથે થોડાક જ વિલા બાકી છે જ્યારે ત્રીજા ફેઝનું કામકાજ ટૂંક સમયમાં ચાલુ થઇ રહ્યું છે. છ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ અનોખા નગરમાં એક્સક્લુઝિવ સિનિયર સિટીઝન ક્લબ, NRI મેમ્બર્સ માટે અમદાવાદ એરપોર્ટથી પીક અને અપ ડ્રોપની વિશેષ સગવડ ઉપરાંત જરૂર પડ્યે ૨૪ કલાક ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે.
યુકેમાં વસતા ગુજરાતી સમાજના ઘણાં લોકોએ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે. કંપની NRG માટે સ્પેશિયલ ઓફર તથા ગ્રૂપ બુકિંગમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. યુકેની મુલાકાતમાં કૈલાશભાઈ તેમને રૂબરૂ મળશે અને પ્રોજેક્ટ તથા ઓફર વિશે વિસ્તૃત માહિતી આપશે. આ પ્રોજેક્ટમાં રસ ધરાવતા લોકોને તેઓ ૭થી ૧૨ ડિસેમ્બર સુધી લંડનમાં અને ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમિયાન લેસ્ટરમાં મળશે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ પ્રેક્ટીસ કરી રહ્યા છે. કૈલાશભાઈ ગઢવીને રૂબરૂ મળવા માટે જુઓ જાહેરાત પેજ ૫.
પ્રોજેક્ટનો વીડિયો નિહાળવા ક્લિક કરોઃ https://youtu.be/DRhjlBsNG28
સંપર્કઃ વ્હોટ્સએપ (ભારત) - +91 98253 25145
યુ.કે. મોબાઇલ 07770 608 324