આલ્પર્ટનમાં ઉગ્ર બોલાચાલી પછી ૨૭ વર્ષીય વ્યક્તિની હત્યા

Wednesday 24th April 2019 02:14 EDT
 
 

લંડનઃ ઈલિંગ રોડ પર આવેલા આલ્પર્ટન અંડરગ્રાઉન્ડ સ્ટેશન પાસે ૧૭ એપ્રિલે એક કારચાલકે બે વ્યક્તિને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. ઉગ્ર બોલાચાલીના પગલે બનેલી આ ઘટનામાં ૧૭ અને ૨૧ વર્ષીય વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે, ૨૧ વર્ષીય વ્યક્તિને પાછળથી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

શરૂઆતમાં તો ૧૭ વર્ષીય ટીનેજરની તબિયતને કોઈ ખતરો જણાતો ન હતો. પરંતુ, પાછળથી તેની હાલત કથળી હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. તેના પરિવારજનોને તેની જાણ કરવામાં આવી હતી. નવ વ્યક્તિને શંકાના આધારે અટકમાં લઈને પૂછપરછ માટે જુદાં જુદાં પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે છ વ્યક્તિની હત્યાની શંકા તેમજ વધુ એક વ્યક્તિની હત્યાના પ્રયાસની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી. મેટની મર્ડર સ્કવોડના ડિટેક્ટીવ્સે ઘટના બની ત્યારે તે વિસ્તારમાં હાજર હોય તેવા લોકોને તેમજ કોઈ મોટરિસ્ટ ત્યાંથી પસાર થયો હોય અને તેના ડેશકેમમાં આ ઘટનાના ફૂટેજ હોય તો તાકીદે તેમનો સંપર્ક સાધવા અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter