કાઉન્સિલર સુરેશભાઇ કણસાગ્રા JPને જન્મદિન મુબારક

Wednesday 13th May 2020 07:05 EDT
 
 

કાઉન્સિલર સુરેશભાઇ લક્ષ્મીદાસ કણસાગ્રાનો જન્મ ટરોરો, યુગાન્ડામાં ૧૦ મે ૧૯૪૮માં થયો હતો. ટરોરો અને મ્બાલેમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ભારતમાં પૂના જઇ વાડિયા કોલેજમાં કેમેસ્ટ્રીનો આભ્યાસ કર્યો. ૧૯૭૧માં વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ આવ્યા. ૧૯૭૨માં યુગાન્ડામાં એશિયનોની હકાલપટ્ટીને કારણે એમનું કુટુંબ લંડન આવી એમની સાથે જોડાઇ ગયું. ૧૯૭૭માં લક્ષ્મીબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. બે બાળકોના પિતા અને ચાર પૌત્રોના દાદા છે.
૧૯૭૭માં DIY શોપ કરી અને ૨૦૦૧ સુધી ચલાવી બંધ કરી દીધી. ત્યારબાદ સીવીલ સર્વિસમાં જોડાયા અને આસીસ્ટન્ટ ટેક્સ કલેક્ટરની જોબ કરી. ૧૯૯૧માં જસ્ટીસ ઓફ પીસ તરીકે નિમણૂંક થઇ અને ૨૭ વર્ષ સમાજસેવા કરી મે ૨૦૧૮ માં નિવૃત્ત થયા. ૨૦૦૮માં ૬૦ વર્ષની વયે કાયદાનો અભ્યાસ કરી લંડનમાં સોલીસીટર બની પ્રેક્ટીસ શરૂ કરી.
કડવા પાટીદાર સેન્ટર, હેરોના સ્થાપક સભ્યોમાંના એક અને હાલ ચેરમેન પદેથી સેવા સાદર કરી રહ્યા છે. કડવા પાટીદાર સમાજ યુ.કે. લિ.ના લેટીંગ અને માર્કેટીંગ ડાયરેક્ટરપદેથી ૧૯૯૧થી ૨૦૧૦ સુધી સેવા આપી. સમાજસેવામાં પ્રવૃત્ત સુરેશભાઇ ૧૯૯૮માં પ્રથમ વાર બ્રેન્ટના બાર્નહીલ વોર્ડમાંથી ચૂંટાયા અને કાઉન્સિલર બન્યા. ૨૦૧૧ સુધી કેન્ટનના કાઉન્સિલર તરીકે સેવા આપી. અને ૨૦૧૪-૨૦૧૮ની ચૂંટણીમાં ફરી ચૂંટાયા.
સરળ સ્વભાવ, આછાબોલા અને સમાજને સમર્પિત એવા સુરેશભાઇને એમના જન્મદિન નિમિત્તે "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ" શુભેચ્છા પાઠવે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપને તંદુરસ્ત અને દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter