લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે ૨૨ વર્ષીય યુવાન હાશિમ અલીની હત્યાના આરોપસર ભારતીય મૂળના જસકિરણ સિધુ અને તેના બ્રિટિશ મિત્ર બાબાટુન્ડે ફિલિપ ફાશાકિનને આજીવન કેદની સજા સંભળાવી હતી. જજ નાઈજેલ લિક્લી QCએ સજા ફરમાવ્યા પછી બંને આરોપી એકબીજા સાથે લડી પડ્યા હતા. હત્યારાઓએ ૫૦થી ઓછી સેકન્ડમાં હત્યાનો નિર્ણય લીધો હતો. જજે સજાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જસકિરન સિધુ (૨૮) અને ફિલિપ બાબાટુન્ડે (૨૬)ની પેરોલની શરતી છુટકારાની અરજી પર આગામી ૩૦ વર્ષ સુધી કોઈ સુનાવણી નહિ કરાય. જો તેમને મુક્ત કરાશે તો પણ તેઓ લાયસન્સ પર રહેશે.
ગત વર્ષે ૧૧ ઓક્ટોબરના રોજ આરોપીઓ જસકિરણ સિધુ, બાબાટુન્ડે ફિલિપ અને હાશિમ વચ્ચે ડ્રગ્સ સંબંધિત લેવડ-દેવડને લઈને વિવાદ થયો હતો અને જસકિરણે ગુસ્સામાં અલીની કારમાં પસાર થઈ રહેલા ૨૨ વર્ષીય યુવાન હાશિમને ગોળી મારી દીધી હતી. કાર ચલાવી રહેલા અલીના મિત્રે તેને બચાવવા હોસ્પિટલ તરફ કાર દોડાવી હતી. તેણે રસ્તા પર જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પાસે અલીને બચાવવા મદદ માંગી હતી પરંતુ તમામ પ્રયત્નો છતાં અલી મૃત્યુ પામ્યો હતો.
સીસીટીવી તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા બાદ બંનેએ એક શોપિંગ સેન્ટરમાંથી નવા કપડાં ખરીદી જુનાં કપડાં ડસ્ટબિનમાં ફેંકી દીધા હતા. તેઓ બર્મિંગહામમાં નામ બદલીને રહેતા હતા. સિધુની ધરપકડ બર્મિંગહામમાં ૧૩મી ઓક્ટોબર અને ફાશાકિનની ધરપકડ છ નવેમ્બરે કરાઈ હ