શ્રદ્ધાંજલિઃ ચંદ્રકાન્તભાઈ બી. પટેલ ( ધોબુ )

Thursday 02nd April 2020 07:35 EDT
 
 

ચંદ્રકાન્ત બી. પટેલ (ધોબુ)

(૧૯૪૭-૨૦૨૦)

જય શ્રી કૃષ્ણ / જય જલારામ

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે યુગાન્ડામાં જન્મેલા (મૂળ ગામ ભાદરણ) અને બાદમાં સાઉથ હેરો (યુકે) ખાતે સ્થાયી થયેલા અમારા પ્રેમાળ પતિ, પિતા અને દાદા ચંદ્રકાન્તભાઇ બાબરભાઇ પટેલનું નિધન થયું છે.

ચંદ્રકાન્તભાઈનું સોમવાર, ૨૩ માર્ચે નોર્થવીક પાર્ક હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. સદગત એમની પાછળ પત્ની હંસાબેન, સંતાનો પ્રીમા, કૃપેશ, જય, સની, વીકી અને ટીના તેમજ ગ્રાન્ડ ચિલ્ડ્રન, હમઝા, રાયન, સમીર, ટીયા, શાય, અયાન અને જોજો (પાળતું શ્વાન) સહિત બહોળો પરિવાર વિલાપ કરતાં છોડી ગયા છે. તેમના પ્રેમ અને લાગણીથી અભિભૂત સહુ કોઇને અમારી હૃદયપૂર્વકની વિનંતી છે કે તેમના આત્માને પરમ શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે અને નીચે આપેલી લિન્કથી દાન કરે.

www.justgiving/crowdfunding/cbpatel

અંતિમવિધિની વિગત

- તારીખઃ ગુરુવાર 9 એપ્રિલ

- સમયઃ બપોરે 3 વાગ્યે (યુકે સમય)

- સ્થળઃ માત્ર ઓનલાઇન

અંતિમવિધિમાં હાજરીઃ

- વેબસાઇટઃ www.obitus.com

- યુઝરનેમઃ st3537 

- પાસવર્ડઃ 701887

વધુ માહિતી માટે સંપર્કઃ કૃપેશ / જય (ફોનઃ 020 8357 7952 / 07931 935891)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter