અમદાવાદ: શહેરના મણિનગર કુમકુમ મંદિરના સંસ્થાપક અક્ષરનિવાસી શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને કાશીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાં વિદ્વાનો દ્વારા સન્માનિત કરાયા છે. સંસ્થાના વરિષ્ઠ સંત હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીને કાશીના પ્રો. સુધાકર મિશ્ર, પ્રો. કમલાકાન્ત ત્રિપાઠી, શિતેશ્વરનાથ પાંડે, અચ્યુત ત્રિપાઠી વગેરે પંડિતોની હાજરીમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 101 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયેલા આનંદપ્રિયદાસજી સ્વામીએ 80 વર્ષ સુધી સાધુજીવન જીવવાની સાથે સાથે લોકોના કલ્યાણ માટે અને સંસ્કારોનું સિંચન કરવા માટે કામ કર્યું હતું.