કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું લેક ડિસ્ટ્રીક્ટ ખાતે વિસર્જન

Wednesday 31st August 2022 07:44 EDT
 
 

લેક ડિસ્ટ્રીક્ટ (યુરોપ)ના વિન્ડરમેર ખાતે અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ - મણિનગર - અમદાવાદ)ના સંસ્થાપક સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું હતું તેમજ સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અસ્થિનું વિસર્જન પણ લેક ડિસ્ટ્રીક્ટ ખાતે જ કરાયું હતું તે અનોખો સંયોગ છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પાંચ વખત આ સ્થળે પધાર્યા હતા અને સત્સંગ સભા યોજી હતી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક કર્યો હતો તેથી આવી પાવન ભૂમિ ઉપર અસ્થિ વિર્સજન કરવામાં આવ્યું છે. બાદમાં અહીં જ સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં લંડન અને માંચેસ્ટરના સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter