બીએપીએસના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના 89મા પ્રાગટ્યોત્સવ પ્રસંગે તેમણે હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, ભગવાન સર્વ કર્તાહર્તા છે, જે કંઈ કાર્ય કરીએ તે ભગવાનને સંભારીને નિષ્ઠાપૂર્વક અને મહિમા સમજીને કરવું જોઈએ. જીવનમાં સત્સંગ કરીને આનંદપૂર્વક રહેવું જોઈએ. તેની સાથે જ સમગ્ર માનવજાત તન, મન અને ધનથી સુખી થાય તેવી મહંત સ્વામીએ પ્રાર્થના પણ કરી હતી. આ ઉત્સવની શરૂઆત સંગીતજ્ઞ સંતો અને યુવકોએ કરી હતી. કાર્યક્રમના અંતમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુવર્યોના ચરણમાં પુષ્પાંજલિ અને આરતી અર્પણ કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.