મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીએ તેમના આંતરરાષ્ટ્રીય વિચરણના ભાગરૂપે હાલમાં લંડનમાં પધરામણી કરી છે. સંસ્થાનના 16 વરિષ્ઠ સદગુરુ અને સંતોની સાથે પધારેલા આચાર્ય સ્વામીજી મહારાજ 7 સપ્ટેમ્બર સુધી લંડનમાં વિચરણ કરશે. સ્વામીજીની નિશ્રામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. લંડન વિચરણ દરમિયાન તેમણે શ્રી સ્વામિનારાયણ મંદિર - બોલ્ટન સુવર્ણ મહોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કિંગ્સબરીના છઠ્ઠા સ્થાપના દિનમાં હાજરી આપી હતી. સાથે સાથે જ તેઓ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના 50 વર્ષની ઉજવણીમાં સામેલ થયા હતા. આ પ્રસંગે વિશ્વખ્યાત પાઇપ બેન્ડમાં 20 નવા સભ્યો સામેલ થયા હતા. આચાર્ય સ્વામીજીએ હરિભક્તોને ચાલુ મહિને યોજાનારા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ માટે આમંત્રિત કર્યા હતા.