‘પ્રોજેક્ટચક્ર’ને શિક્ષણક્ષેત્રનો પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ

ગુજરાતી સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર્સ ધર્મેશ અને આનંદ મિસ્ત્રીના કાર્યોની કરાયેલી કદર

Wednesday 28th September 2022 07:05 EDT
 
 

લંડનઃ યુકેસ્થિત બિઝનેસ પ્રોજેક્ટચક્ર-ProjectCHAKRAને ‘પ્રોફેશનલ્સ ઈન ઈન્ટરનેશનલ એજ્યુકેશન’ દ્વારા પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય શિક્ષણ ઉદ્યોગમાં ઈનોવેશન અને સિદ્ધિઓને ઉજવતા એકમાત્ર વૈશ્વિક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ PIEoneer Awardsના હાઈ પ્રોફાઈલ સમારંભમાં યુએસએ, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ન્યૂ ઝીલેન્ડ સહિત 20થી વધુ દેશના 600થી વધુ એજ્યુકેશનલ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ 21મી સદીમાં વિદ્યાર્થીની જીવનયાત્રા પર કેન્દ્રિત હોવા સાથેના શિક્ષણના અભિગમમાં સફળ હોય તેમજ તેઓ કેવી રીતે શીખવે છે અને તેમની પાસે પહોંચે છે અને અનોખા પ્રકારના હોય તેવા શૈક્ષણિક કાર્યક્રમોને બિરદાવે છે.

ProjectCHAKRAના સહસ્થાપક આનંદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,‘આ કદર કરાવા બદલ અમે ઘણા આભારી છીએ અને આશા રાખીએ છીએ કે તેના પરિણામે યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંપર્ક વધશે જેઓ પોતાની ક્ષિતિજો વ્યાપક બનાવવા અને તેમની ભાવિ કારકિર્દીઓ પર વિધેયાત્મક અસર ઉભી કરવા ઈચ્છે છે. ‘પ્રોજેક્ટચક્ર’ મહત્ત્વાકાંક્ષાઓ અને વ્યક્તિગત વિકાસની તક સાથે પ્રયોગાત્મક શિક્ષણના અનુભવો મારફત સામાજિક અસર સર્જવા યુવાવર્ગની સક્રિયતાને પ્રેરણા આપે છે. ‘પ્રોજેક્ટચક્ર’ યુવાનોની આ યાત્રાને આગળ ધપાવવા માળખાકીય માર્ગો અને મેન્ટરશિપ પૂરા પાડે છે.

સહસ્થાપક આનંદ મિસ્ત્રીએ ભારતમાં કનેક્ટ ઈન્ડિયાના સેવા આધારિત લીડરશિપ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આમાંથી પ્રેરણા મેળવી તેમણે યુનિવર્સિટી ખાતે પોતાનું સામાજિક એકમ શરૂ કર્યું હતું અને 2018ના ઉનાળામાં અમદાવાદના ગાંધી આશ્રમસ્થિત સ્વૈચ્છિક સંસ્થા- NGO માનવ સાધનામાં સેવા આપવા ભારત ગયા હતા.

ProjectCHAKRAના સહસ્થાપક ધર્મેશ મિસ્ત્રી યુકેમાં ઘણા વર્ષોથી ભારતીય સામુદાયિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે તેમજ નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ યુકે (NHSF UK)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. ધર્મેશ મિસ્ત્રી ભારતમાં સેવા આધારિત લીડરશિપ પ્રોગ્રામ્સ મારફત બ્રિટિશ ભારતીય યુવાઓને સપોર્ટ કરનારા કનેક્ટ ઈન્ડિયાના સહસ્થાપક છે.

ઈમ્પિરિયલ કોલેજ બ્ઝનેસ સ્કૂલ સહિત સંસ્થાઓમાં ચલાવાતા તેમના મહત્ત્વના કાર્યક્રમ ‘એ સોશિયલ એન્ટ્રેપ્રીન્યોરશિપ એક્સપીરિયન્સ’માં વિદ્યાર્થીઓને સક્રિય બનાવવા રોલ-પ્લે અને ગેમિફિકેશનનો ઉપયોગ કરાય છે. તેમનો પ્રોગ્રામ ભારતમાં UNDP પાર્ટનર સામાજિક એકમ પર આધારિત વેસ્ટ મેનેજમેન્ટ અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે.

વિદ્યાર્થીઓ સાચા લોકોની ભૂમિકા ભજવી ભારતના શહેરી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરે છે જેનાથી તેમને વાસ્તવિક લાગણીઓ અનુભવાય છે, સંકળાયેલા હિસ્સેદાર લોકો સાથે સહાનુભૂતિ ઉભી થવા સાથે તેમને વાસ્તવિક સમસ્યાઓની ઊંડી સમજ મળે છે. તેઓ રમત આધારિત પ્રવૃત્તિ થકી સમસ્યાને ઉકેલવા આગવું સામાજિક એકમ મોડેલ બનાવે છે અને એકમ સમક્ષ વાસ્તવિક પડકાર હોય તેના સંદર્ભે નવતર ઉપાય શોધવા આગળ વધે છે. આ અનુભવો સાથે તેમને સામાજિક અસરો ઉપજાવતી સંસ્થાઓના પ્રોજેક્ટચક્રના નેટવર્ક અને ખાસ કરીને ભારતમાં કામ કરવાનો માર્ગ ખુલે છે.

PIE પ્રોફેશનલ્સ ઈન ઈન્ટરનેશનલ એજ્યુકેશન માટે અગ્રેસર ન્યૂઝ અને બિઝનેસ એનાલિસિસ પ્લેટફોર્મ છે. તેમના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરાંત, તેઓ વાર્ષિક એવોર્ડ્સનું આયોજન કરે છે અને આંતરરાષ્ટ્રી શિક્ષણમાં ભૂમિકાઓ બાબતે ભરતીના પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે. સોશિયલ ઈમ્પેક્ટ સંસ્થાઓને તેમના કાર્યો આગળ વધારવા અને સામાજિક અસરો સર્જવા કુશળ લોકોની જરૂર રહે છે. પ્રોજેક્ટચક્રનો અભિગમ આ ખાને પૂરવાનો છે જે તેમને પ્રોગ્રેસિવ અને ઈનોવેટિવ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter