લંડનઃ ઈન્સ્યુરન્સ કંપનીએ કરેલા યુકેના સૌ પ્રથમ પ્રાઈવેટ પ્રોસિક્યુશન ગણાતા કિસ્સામાં બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે ૪૧ વર્ષીય ફરીદા અશરફને ૨૧ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવી હતી. ફરીદાએ બ્રેડફોર્ડના એક સ્ટોરમાં ઓરેન્જ જ્યુસના કાર્ટનને લીધે પોતે પડી ગઈ હોવાનો અને તેનાથી થયેલી ઈજાના વળતરનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઈન્સ્યુરન્સ કંપની અવીવાને આ દાવામાં ૬૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા પડ્યા હોત. જોકે, વેસ્ટ યોર્ક્સના ડ્યૂસબરીની ભૂતપૂર્વ લો સ્ટુડન્ટ ફરીદાએ કોર્ટ સમક્ષ પોતે છેતરપિંડી કર્યાનું સ્વીકાર્યું હતું. અવીવાની લો ફર્મ ક્લેડ એન્ડ કંપનીએ જણાવ્યું હતું કે આંકડા દર્શાવે છે કે કથિત સ્લિપ એન્ડ ટ્રીપ ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.