મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. અકળામણ દૂર થાય અને મનની શાંતિ મળે. છતાં આર્થિક દૃષ્ટિએ સાહસ કરવા જેવો સમય નથી. નાણાંભીડના કારણે ધાર્યા કામો પણ થાય નહિ. આવક કરતા જાવક ખર્ચનું પ્રમાણ ધાર્યા કરતાં વધી ન જાય તે જોજો. આ સમયમાં ખર્ચના પ્રવાહ પર ધ્યાન આપજો. ગૃહજીવનમાં સામાન્ય મતભેદો રહેશે. પત્નીનું આરોગ્ય કાળજી માંગી લેશે. સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય. ધંધા-નોકરીના ક્ષેત્રે હવે અવરોધો ઘટશે. શત્રુઓથી ચેતતા રહેજો. મહત્ત્વના સરકારી તેમજ કોર્ટ-કચેરીના કામકાજો જેમના તેમજ જે તે સ્થિતિમાં રહે સંતાનોના પ્રશ્નો ચિંતા ઊભી કરે.
વૃષભ (બ,વ,ઉ)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. તમારા વિચારો અને ધ્યેયને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતમાં સુધારો થશે. અગત્યની કામગીરીમાં લાભ ઊભો થાય. આવક કરતા જાવક વધતી જણાશે. સ્વજનો કે કુટુંબીજનોથી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. સહનશક્તિ કેળવીને કુનેહથી માર્ગ કાઢજો. પતિ-પત્ની વચ્ચે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું.
મિથુન (ક,છ,ઘ)ઃ આસપાસનું વાતાવરણ માનસિક તાણનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો લાભકારક છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક જણાય છે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા માટે કાર્યરત રહો તે જ ઉપાય છે. હિંમત ગુમાવશો નહીં. દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજશો. આવક વધવાના યોગ છે. નવીન યોજના કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. તમારી યોજના માટે સગવડો ઊભી થાય. કૌટુંબિક સંપત્તિની લે-વેચના કાર્ય કરવા નહીં. કૌટુંબિક ઘર્ષણ કે વિવાદના પ્રસંગો ઊભા થતાં દુઃખ વધે. આ સમયમાં અકસ્માત કે બીમારીથી સાવધ રહેવા સલાહ છે.
સિંહ (મ,ટ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેવાની શક્યતા વધશે. મુશ્કેલીના વાતાવરણથી બહાર નીકળી શકશો. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય. કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા ફળશે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામમાં સફળતા પણ મળશે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાથી પરિસ્થિતિ સુધરતી જણાશે. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગો મદદરૂપ થાય. સમસ્યાઓનો યોગ્ય અનુકૂલ ઉકેલ મળશે. નવા મકાનમાં રહેવાની ઇચ્છા સાકાર થશે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ યથાવત્ રહે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં મનોબળ જાળવી રાખવું પડશે. જો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળે નહિ. ભલે વિપરિત સંજોગો સર્જાય, ચિંતા કરશો નહીં. આવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. ન ધારેલા ખર્ચ પણ થશે. વળી લેણી રકમો મળે નહીં. તમે જેમાંથી લાભની આશા રાખો છો તેમાં વ્યથા-હાનિ થતી દેખાશે. નોકરિયાત તેમજ ધંધાદારી વ્યક્તિ માટે આ સમય એકંદરે સખત મહેનત માંગી લેશે.
તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન કોઈને કોઈ પ્રકારના વિઘ્નો, વિલંબ અને પ્રતિકૂળતામાંથી પસાર થવું પડશે. તમારી ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતી જણાશે. પરિણામે સ્વાસ્થ્ય પર તેની અસર થશે. બને તેટલા ધીરજવાન અને સંયમી બનજો. કુટુંબના સભ્યો સાથે વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. પ્રવાસ અને મહત્ત્વના મિલન-મુલાકાત, માંગલિક અને ધાર્મિક પ્રસંગોના આયોજન માટે લાભકારક સમય. મકાન-મિલકતની સમસ્યાઓ માટે આ સમય સાનુકૂળ પુરવાર થશે. નોકરિયાતોનું ધાર્યું આયોજન પાર પડે નહીં. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વેપાર-ધંધામાં આ સમય વધુ મહેનત માંગી લેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાંક અવરોધો છે તે પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાત તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. કૌટુંબિક ખર્ચને પહોંચી વળાય. નોકરિયાતોને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે. ધંધા-વેપારના ક્ષેત્રે આગેકૂચ કરીને સફળતા મેળવી શકશો. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. ચિંતાઓ છોડશો તો જ માનસિક સુખ અનુભવી શકશો. લાગણી કાબુમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમયગાળામાં આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. આર્થિક સંકડામણ સાથેના વિકલ્પ વિચારી લેવા જરૂરી છે. વિશ્વાસે ધીરેલા નાણાં પરત મળવાની આશા ફળશે નહીં. જમીન મકાન કે સંપત્તિને લગતાં કામકાજોમાં પણ ધારી સાનુકૂળતા ન જોવાય. ખર્ચ અને ચિંતા વધશે.
મકર (ખ,જ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવતા વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહવર્ધક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદોથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો અવશ્ય સફળતા મળશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાતોને આ સમયમાં બઢતી-બદલીનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. ધંધાના ક્ષેત્ર તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય. નવું મકાન મેળવવાના પ્રયત્નો લાંબા પ્રયાસો બાદ સફળ થતા જણાય. દામ્પત્યજીવનમાં કલહ-કંકાસના બનાવો બની શકે છે. સંયમ અને કુનેહપૂર્વક વિખવાદ અટકાવી શકશો.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં પ્રગતિ વધશે. સારી તકો આ સમયમાં મેળવી શકશો. સફળતાના કારણે માનસિક ઉત્સાહ અનુભવશો. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરી અને ધંધાના ક્ષેત્રે અવરોધો હશે તો તેને પાર કરી શકશો. કોઈ અગત્યની કામગીરી સફળ થાય. ઈચ્છિત તક મેળવી શકશો. સંપત્તિની વૃદ્ધિ થાય. જમીન-મકાન અંગેની ચિંતાનો ઉકેલ મળે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત મૂંઝવણો અને કાલ્પનિક ચિંતાઓથી મન અશાંત રહેશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીને પાર કરી શકશો. આરોગ્ય જાળવવું જરૂરી છે. નાણાંકીય કામગીરીઓ પાર પડે. ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કોઈની સહાય કે મદદથી ખર્ચને પહોંચી વળશો. આર્થિક જવાબદારી માટે જોગવાઈ થાય. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ મળે. સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ, હિતશત્રુથી નુકસાન થવાના યોગ નથી. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે.