તા. ૧૧ ઓગસ્ટ થી ૧૭ ઓગસ્ટ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 10th August 2018 05:31 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આપ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધુ આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ કથળે નહીં તે જોજો. ખર્ચાઓ પર કાબુ રાખજો. આવક વધારવાના પ્રયત્નો ખાસ સફળ થશે નહીં. સહાયરૂપી આવક થાય. નોકરિયાતમાં કામગીરીઓથી યશ-માન મેળવી શકશો. કામકાજનો બોજો જવાબદારી વધશે. ઉપરી સાથે મતભેદ નિવારવા જરૂરી છે. વિઘ્ન સંતોષીઓથી સાવધ રહેજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિ અથવા કોઇ જૂનો લાભ મળતા સમય રાહત આપતો પુરવાર થશે. તમારી માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. તમારા કામ પૂરતાં નાણાં મળવાનો યોગ છે. શેર-સટ્ટાથી લાભ ન મળે. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં જણાશે. સરળ અને ઉન્નતિકારક તક મળે. કાર્યભાર વધતાં અને તમારી લાગણીઓ છેડાતા માનસિક સંઘર્ષ કરવો પડે. તણાવ વધશે. આવેશ અને લાગણી પર કાબૂ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે પૂર્વનિર્ધારિત યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા વધે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. આ સમયમાં કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધવાનો યોગ સૂચવે છે. નોકરિયાતને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. આરોગ્યની કાળજી લેવાની સલાહ છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં આર્થિક બાબત અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય વિઘ્નરૂપ જણાય છે. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતાં લાગે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી જરૂરી છે. ધંધાદારી વર્ગને સામા પવને ચાલતાં હોય તેમ જણાય. મકાન-સંપત્તિ તેમજ મિલકતો સંબંધિત પ્રશ્નોનો નિવેડો આવશે.

સિંહ (મ,ટ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવાની સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ, નહીં તો નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીનું પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને ધીમો વેપાર જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાતા નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નોનું નિરાકરણ આવશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન કામગીરીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ અને મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. પૈતૃક સંપત્તિ મેળવી શકશો. ભાડૂઆત અંગેના પ્રશ્ન હલ થશે. નોકરીમાં બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય તમે માનસિક જોમ, જુસ્સો ટકાવી શકશો. તમારો ધીરજપૂર્ણ સ્વભાવ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાવવાના પ્રસંગે પણ અજબ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગ સવિશેષ વધશે. જરૂરિયાતની કેટલીક ગોઠવણી કરવા માટે સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. ચોખ્ખી આવકમાં વધારો થતો જણાતો નથી. ધીરેલા નાણાં હજુ મળે નહીં. સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહીં. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવશે. અકસ્માતથી સાવધ રહેવું જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતા આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ તમે કેળવી શકશો. નાણાંકીય સ્થિતિ સાનુકૂળ બનતા કેટલાક અટવાયેલા લાભ-ઉઘરાણી દ્વારા આવક વધશે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે પણ આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતાં હશે તો પણ તમારા સ્થાને આંચ નહીં આવે. નવા પ્રશ્નો સર્જાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સર્જનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી વર્તાય. ઈચ્છાઓ સાકાર આવતી જણાય. બેચેનીનો બોજો હળવો થશે. આ સમયગાળામાં આર્થિક મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો અવશ્ય સફળ થશો. મહત્ત્વની તક મળશે. લાભ અટક્યો હશે તો મળશે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા રહેશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. પ્રગતિની તક અવરોધાયેલી જણાશે. અજંપાનો અનુભવ કરશો. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવશે. ધીરજ અને સ્વસ્થતા જાળવશો તો આગેકૂચ કરી શકશો. વ્યાવસાયિક કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારીઓ વધશે. મકાન-મિલકતની સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવશો. આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળ સમય છે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હલ થશે. કૂનેહપૂર્વક સમસ્યા હલ કરવાની સલાહ છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળશે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. વિશ્વાસે ધિરાણ કરવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્ન ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણો-ગૂંચવણોમાંથી માર્ગ મળે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. ધારણા પ્રમાણે કામ પાર પડે નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મનોવેદનાઓ, વ્યથાઓ હળવી બને તેવા પ્રસંગો સર્જાશે. ઈશ્વરીયશક્તિ સહાયભૂત બનશે. જોઈતી તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થશે. પરિસ્થિતિમાં સુધરો થતો જણાય. જવાબદારીને અદા કરવા માટે જરૂરી મદદો મેળવી શકો. તમારા નોકરીના પ્રશ્નો હલ થશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ખટપટો કરનારા ફાવશે નહીં. ગૂંચવણોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે. જમીન-મકાનને લગતી બાબતો માટે પ્રતિકૂળતા હશે તો સાધારણ સુધારો જણાશે. ખર્ચ-ચિંતા વધશે. સંયુક્ત કુટુંબ હોય તો મિલકતોના વિવાદો ઘેરા બનતા જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter