મેષ (અ,લ,ઈ)ઃ મનોવેદના-વ્યથાઓ હળવી બને તેવા પ્રસંગો સર્જાશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. ઇચ્છિત તક સામેથી મળતી જણાશે. આવક વધે પરિસ્થિતિ સુધરશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જોઈતી મદદો મેળવી શકશો. કોઈના વિશ્વાસે ધીરધાર કરવી નહીં. તમારા નોકરીના પ્રશ્નો હલ થતાં પ્રગતિ જોઈ શકશો. ખટપટ કરનાર ફાવશે નહીં. ગૂંચવણમાંથી બહાર નીકળાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો મળે. ખર્ચ વધશે. સંયુક્ત કુટુંબની મિલકતોના વિવાદો ઘેરા બને. જીવનસાથી સાથેના સંબંધો સુમેળભર્યા રહી શકશે. ગેરસમજોનું નિરાકરણ આવે. પ્રવાસમાં વિઘ્નો આવે. સ્નેહી સ્વજનથી મિલન થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયના ગ્રહયોગ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહ પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગે આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. નાણાના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકશો. સંપત્તિ દ્વારા આવક યા લાભ મળે. ભાતૃવર્ગથી અશાંતિ જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક સ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓમાંથી આનંદ થશે. આ સમયગાળામાં તમારી આર્થિક બાબતો અંગે જણાતા મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તક ઊભી થઈ શકશે. નોકરિયાતને જવાબદારીનો બોજો જણાશે. પ્રતિકૂળ સંજોગો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રે હજુ ધારી સફળતા જણાશે નહીં. અલબત્ત ધીમે ધીમે સાનુકૂળ સંજોગો જોવા મળશે. મકાન-જમીનને લગતા પ્રશ્ન અંગે આ સમય સાનુકૂળ નીવડશે. મહત્ત્વની ખરીદી થાય. કુટુંબીજનોનો સહકાર વધશે. કામકાજમાં સફળ થશો.
કર્ક (ડ,હ)ઃ આ સમય માનસિક રાહત માટે સહાયક નીવડશે. ધંધાકીય પ્રતિકૂળતાઓ દૂર થાય અને કેટલીક મહત્ત્વની તકો પ્રાપ્ત થાય. પ્રગતિનો માર્ગ મળતો જણાશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. અણધાર્યા મૂડીરોકાણના કારણે નાણાકીય પરિસ્થિતિ બગડે નહિ તે જોજો. ઉઘરાણીના કામકાજ પાર પડે. મકાન-સંપત્તિને લગતા પ્રશ્નો અંગે મુશ્કેલીનો અનુભવ થશે. વારસાની મિલકતો અંગે ચિંતા જણાશે. અંગત આરોગ્ય બગડે નહીં તે જોજો. કૌટુંબિક શાંતિ હણાતી જણાશે. અકસ્માત-ઇજાથી સાચવવું. પ્રિયજનો અને મિત્રોનો સહકાર મળે.
સિંહ (મ,ટ)ઃ માનસિક સ્વસ્થતા માટે ગ્રહયોગો મદદરૂપ જણાય છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ કે કોઈ જૂના રોકાયેલા નાણા પરત મળવાની આશા રહે છે. અલબત્ત, કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાત માટે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જણાય અને વિરોધીથી દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓનો બોજ વધે નહિ તે જોવું રહ્યું. નાણાકીય દૃષ્ટિએ આ સમય સરભર જણાશે. એક બાજુથી વધુ પડતા ખર્ચ તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો થતાં સ્થિતિ જેમની તેમ રહેતી જણાય. અલબત્ત, તમારું કામ અટકશે નહીં. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વની તક આપનાર જણાય છે. વિરોધીઓ ફાવે નહિ. નવી નોકરી મેળવવાની ઇચ્છા પાર પડે. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. મકાન-મિલકતના પ્રશ્નો સતાવશે. આ અંગેની કામગીરી અંગે વિઘ્ન કે મુશ્કેલીનો સામનો કરવો પડે. કૌટુંબિક જીવનમાં લાગણીઓ ઘવાતી જણાય. આ સમયમાં કોર્ટના દાવા-વિવાદનો અંત આવતો જણાય. સામાજિક ક્ષેત્રે સારા કાર્ય થાય. વડીલ વર્ગ સાથે સમાધાન સાધી શકશો.
તુલા (ર,ત)ઃ તમારી માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકંદરે ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતો માટે આ સમયમાં ગ્રહયોગો સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. અવરોધોને પાર કરી શકશો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય તેવા સંજોગો પેદા થાય. મકાન કે સંપત્તિની પ્રાપ્તિ, ભાગલા, ખરીદી કે વેચાણને લગતા કામકાજો કરવા માટે આ સમયના ગ્રહયોગો શુભ બને છે. સફળતા મળશે.
વૃશ્ચિક (ન,ય)ઃ માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં સાનુકૂળતા વધશે. દઢતા અને મક્કમતા કેળવજો. સંજોગો કરતાં જે લક્ષણો છે તેનો વિચાર કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ બનતી અનુભવી શકશો. તમારી નાણાકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકારે મનને સતાવ્યા કરશે. નવા કામકાજોમાં જોઈતી સાનુકૂળતા મળશે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સ્થાવર મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાય. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવી તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. આ સમય દરમિયાન નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઇ આવક થશે તે ખર્ચમાં જતી રહેશે. અલબત્ત, આપની મૂંઝવણ દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો મળશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસકારક તકો છે. નવા લાભો મળે. દામ્પત્યજીવનમાં સર્જાયેલા મતભેદો ઉકેલ મળે. પત્ની તરફથી લાગણી તથા હૂંફ મળે.
મકર (ખ,જ)ઃ તમારી માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકંદરે ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. અવરોધોને પાર કરી શકશો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય તેવા સંજોગો પેદા થાય. મકાન કે સંપત્તિની પ્રાપ્તિ, ભાગલા, ખરીદ કે વેચાણને લગતા કામકાજો માટે આ સમયના ગ્રહયોગો શુભ બને છે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે. મહત્ત્વની પ્રવૃત્તિઓમાંથી આનંદ થશે. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. અગત્યના નિર્ણયો માટે રાહ જોવી પડે. ધંધાદારી વર્ગને સામા પવને ચાલતા હોય તેમ જણાય. મકાન-સંપત્તિ તેમ જ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. બાપદાદાની સંપત્તિ મેળવી શકશો. ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવતાં તમે વિધેયાત્મક માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આ સમયમાં નાણાકીય મૂંઝવણોનો ઉપાય મળશે અને કોઈની મદદોથી તમારી ચિંતા દૂર થશે. તમે લાભના પ્રયત્નો કરશો તો સફળતા નીવડશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી પ્રગતિનો પ્રશ્નો ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. ધંધાના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય. જીવનસાથીની તબિયત સાચવવી જરૂરી છે. પ્રવાસ-પર્યટનોના કામકાજોને વિઘ્નો આવે. બાળકની તબિયત સંભાળવી. શત્રુઓ દૂર થતાં જણાશે.