મેષ (અ,લ,ઈ)ઃ વિના કારણ અમુક પરિસ્થિતિ અને પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધશે. નોકરિયાતને બઢતીના પ્રયત્નો આડે હજી અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ ન મળતાં ઉદ્વેગ જણાશે. મકાન-વાહન સંપત્તિ અંગેની કોઈને કોઈ મુશ્કેલીઓ જણાશે. મિત્રો કે કોઈ બીજાના ભરોસે વિશ્વાસે ચાલવું નહીં. શત્રુઓ ફાવશે નહીં. સરકારી અને કોર્ટકચેરીના કામ ટાળવા.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ સફળ બની શકશો. આત્મવિશ્વાસ ટકાવવા તરફ એકાગ્ર થજો. પીછેહઠનો અનુભવ થાય તો પણ નિરાશ થશો નહીં. નાણાકીય બાબતો મધ્યમ રહેતી જણાય. સંકડામણનો પણ અનુભવ થશે. એક વાત શુભ છે કે તમારા ખર્ચાઓની જોગવાઈ માટે નાણા મેળવી શકશો. બચતની આશા નથી. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર પુરવાર થશે. અહીં લાભ કે પ્રગતિના સંકેતો મળશે, પણ મળવામાં વિલંબ થાય. ધીરજ ધરવી પડશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશમાન મળતાં ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચનાઓ થાય. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ જે કાંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચને માટે જરૂરી નાણાની વ્યવસ્થાઓ કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. તમે નોકરીમાં સારું પદ મેળવવામાં સફળ થશો. ભવિષ્ય ઉજ્જવળ જણાશે અને મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનના લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા પ્રમાણે આવી સમસ્યા હલ થશે નહીં. માનસિક બોજો વધશે. નાણાનો દુર્વ્યય થતો રહેશે. આ સમયમાં સાહસ-પરાક્રમ સફળ થશે.
કર્ક (ડ,હ)ઃ મનનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. આવક કરતાં ખર્ચ વધવાને કારણે બચત થાય નહીં. નોકરિયાતની સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધી હિતશત્રુ ફાવે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા લાભ જણાશે. ગૃહજીવનમાં સર્જાતા વિખવાદો ઉકેલી શકશો. કૌટુંબિક પ્રશ્નો યથાવત્ રહેશે. વધુ મહેનતે કાર્ય સફળ થાય. સંતાનની તબિયત ચિંતા ઉપજાવશે. મકાન-મિલકતની બાબતે સમય પ્રતિકૂળ જણાશે. ખરીદ-વેચાણ અંગે ધાર્યું કામ થાય નહીં. પ્રવાસ યોગ બળવાન છે. વિદ્યાર્થીઓને આ સમય મધ્યમ છે.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ઘર્ષણ કે વાદ-વિવાદના કારણે વિરોધ તેમ જ વિખવાદનું વાતાવરણ સર્જાશે. બને તેટલા સંયમ અને શાંતિથી વર્તજો. ખોટા વિવાદ અટકાવજો, નહિ તો સંબંધ બગડશે. કોઈ પણ બાબતમાં ઉતાવળા થયા વિના વિચારપૂર્વક આગળ કદમ ભરવા જરૂરી છે. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માંગી લેશે. ધારણાઓ ખોટી ઠરે. સંપત્તિ અંગેની સમસ્યાના ઉકેલનો માર્ગ મેળવશો. મકાનની ફેરબદલી કે તેને લગતા અન્ય કામો અંગે સાનુકૂળતા જણાય. જીવનસાથી સાથેની ગેરસમજો નિવારી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા નહિ જ મળે, પરંતુ નિષ્ફળતા જોવી પડશે. આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપજો. ખર્ચા વધુ થશે. લેણી રકમો પણ મળે નહિ. જેમાંથી લાભનો આશા રાખશો તેમાં પણ વ્યય-હાનિ થતાં દેખાય. નોકરી અને ધંધામાં સખત મહેનત જરૂરી બને. તમારી ધારણાઓ ફળશે નહિ. પુરુષાર્થ વધુ કરવો પડે અને છતાંય સફળતા મળવામાં વિલંબ થશે. નવા મકાનની ખરીદી વગેરે કામો હજી ખોરંભે પડતા લાગશે. આથી હતાશા થયા વિના પ્રયત્નો ચાલુ રાખશો. ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે. જીવનસાથીનો સહકાર સાંપડશે. સ્વજનોથી મિલન-મુલાકાત થાય. સંતાનોના અંગે માનસિક તાણ રહે. વિરોધીના કારણે મૂંઝવણ રહેશે. પ્રવાસ લાભદાયી બનશે.
તુલા (ર,ત)ઃ લાગણીઓના પ્રશ્ને ઉત્પાત-ઉગ્રતા વધે. મનના આવેશોને કાબૂમાં રાખવા જરૂરી છે. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોજો. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ-લોન દ્વારા સંજોગ સાચવી લેજો. કોઈ મોટું ખર્ચ આવી પડે. નોકરિયાતોને વિઘ્ન હશે તો દૂર થશે અને તેમનાં ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા પ્રગતિ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે. જમીનની ખરીદી થઈ શકશે. ભાડૂઆતો સાથે કે માલિકો સાથેના વિવાદો યથાવત્ રહે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયના ગ્રહયોગો તમારા પુરુષાર્થને સફળ બનાવશે. યોજનાઓને આગળ ધપાવવાના સંજોગો નિર્માણ થાય. મહત્ત્વની તકો મળતી જણાય. પ્રવાસ-યાત્રાની ઇચ્છા પૂર્ણ થાય. મિત્રો-સ્વજનોનો સાથ મેળવી શકશો. સરકારી બાબતો કે નોકરીની સમસ્યાઓ ઊભી થશે તો તેનો પણ ઉકેલ તમારી તરફેણમાં લાવી શકશો. ધંધા-વ્યવસાયના કામકાજોમાં તમારો પુરુષાર્થ ફળશે. અંગત આરોગ્ય સાચવી શકશો. જાહેર ક્ષેત્રમાં હો તો યશ-માન વધશે. વિદ્યાર્થીઓને જોઈએ તેવું ફળ મળે નહીં. સંતાનો બાબતે ચિંતા વધશે. મહિલાઓ માટે આ સમય રાહતરૂપ અને એકંદરે સાનુકૂળ નીવડશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહના ગ્રહયોગ તમારા પુરુષાર્થને સફળ બનાવશે. યોજનાઓને આગળ ધપાવવાના સંજોગો નિર્માણ થાય. મહત્ત્વની તકો મળતી જણાય. પ્રવાસ-યાત્રાની ઇચ્છા પૂર્ણ થાય. મિત્રો-સ્વજનોનો સાથ મેળવી શકશો. સરકારી બાબતો કે નોકરીમાં સમસ્યાઓ ઊભી થાય તો તેનો ઉકેલ પણ તમારી તરફેણમાં લાવી શકશો. ધંધા-વ્યવસાયના કામકાજોમાં તમારો પુરુષાર્થ ફળશે. અંગત આરોગ્ય સાચવી શકશો. જાહેર ક્ષેત્રમાં હો તો યશ-માન વધશે. વિદ્યાર્થીઓને જોઈએ તેવું ફળ ન મળે. સંતાન બાબતે ચિંતા વધશે. મહિલાઓ માટે આ સમય રાહતરૂપ અને એકંદરે સાનુકૂળ નીવડશે. મકાન-મિલકત, જમીન-વાહનની બાબતો અંગે કંઈને કંઈ મુશ્કેલી કે ઉપાધિ અશાંત રાખશે.
મકર (ખ,જ)ઃ આ સમયના ગ્રહયોગ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતા જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. અટવાયેલા કાર્યો માટે નાણાં ઊભાં કરી શકશો. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે અને વધુ મહેનતે તેનો ઉકેલ મળે. નોકરીમાં ફેરફારો કે પરિવર્તનના સંજોગો જણાય છે. પૈતૃક સંપત્તિ અંગેના દાવા-વિવાદો હજી માનસિક તાણ આપશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો નહિ. તર્ક, વહેમ, શંકા મનને વધુ અસ્વસ્થ કરશે તેવી બીક રાખશો નહીં. ઇશ્વરની શ્રદ્ધા રાખીને ચાલશો તો કશું બગડશે નહીં. આ સમયમાં આવકમાં વૃદ્ધિ કરવામાં તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે. જોકે તમે તે પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામ, પ્રસંગ કે ધંધા અંગેની નાણાકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચની જોગવાઈ કરી લેવી જરૂરી છે. દાંમ્પત્યજીવનનાં મતભેદો હશે તો તેને સંયમ અને કુનેહપૂર્વક નિવારી શકશો. ગૃહજીવનનાં ઘર્ષણો સર્જતા કારણોને દૂર કરી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં વિના કારણ અશાંતિનો અનુભવ કરશો. વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ શક્ય છે. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો ઉકેલ મળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. નોકિરયાતોની મૂંઝવણો કે સમસ્યાઓ ઉકેલાતી જણાય. નોકરીમાં કોઈ બદલી કે પરિવર્તનની શક્યતા જણાય છે. યોગ્ય પ્રયત્નો ફળદાયી બનશે. પ્રવાસ-પર્યટનની યોજના સાકાર થાય. મિત્રો ઉપયોગી થાય.