મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની વિષાદ કે વ્યથાનો અનુભવ થાય. વળી, મંદ ગતિએ કામ થતાં અજંપો-ચિંતા વધશે. જોકે નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ જ રાખજો તેનું સારું ફળ તો છેવટે મળશે જ. અહીં તમારી આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો અને અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધશે. આ માટે તમારે અથાગ પ્રયત્નો કરીને જાવક ખર્ચ ઓછા કરવા પડશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ થાય નહીં. મકાન-જમીનઅંગેની સમસ્યા જણાશે. આ સમય નોકરિયાતો માટે કોઈ નવો ફેરફાર સૂચવે છે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. બદલી-બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ પુરુષાર્થ કરીને લાભ મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમારા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. કોઈ સાનુકૂળ તક આવી મળે. માનસિક ચિંતાનો ભાર હળવો થાય. આ સમય અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ બનશ. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. આર્થિક બાબતને તમે ઠીક કરી શકશો. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની ગોઠવણ થઈ શકશે. ઉઘરાણીના નાણાં પરત મળતાં જણાય. નોકરિયાતોની મૂંઝવણ કે સમસ્યાઓ ઉકેલાતી જણાય.
કર્ક (ડ,હ)ઃ કોઈ સર્જનાત્મક કામ આ સપ્તાહ દરમિયાન સફળ થાય. તમારો પુરુષાર્થ ફળતા સુખ અનુભવી શકશો. હાથ ધરેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો બનશે અને ખાસ આવક હજુ થશે નહીં. આથી નાણાંભીડ વર્તાશે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી ચાલુ નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીઓના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારની પરિસ્થિતિ યથાવત્ રહે.
સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્ય પાર પડે. મનની ઇચ્છાઓ ફળતા આનંદ-ખુશી જણાય. કાર્યોમાં સાનુકૂળતા વર્તાશે. મનની ઈચ્છા બર આવતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કોઇ કાર્ય અટકશે નહિ. એકાદ-બે લાભ આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશમાન આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડશે. સારી તકો મળતાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં માનસિક બોજ વર્તાશે. વધુ પડતી કામગીરીઓનો બોજો અને યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં અસ્વસ્થતા વધશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે જ વિકાસ સાધી શકશો. તમારી નાણાંકીય બાબત પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક તેમજ આરોગ્ય માટેના ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધે. ઉઘરાણીમાં અટવાયેલાં નાણાં પરત મમળતાં થોડીઘણી રાહત વધશે. આપ જો નોકરિયાત હશો તો તમારી કામકાજની જવાબદારીઓનો બોજ વધશે.
તુલા (ર,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારામાં ઉત્સાહ વધારશે. માનસિક તંગદિલી ઘટતી અનુભવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. તમારા ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના નાણાં પરત મળશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડે. અહીં લાભ કે પ્રગતિના સંકેતો મળે. જોકે તે મળવામાં વિલંબ થાય. ધીરજ ધરવી પડશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન આનંદ, સ્વસ્થતા અને શાંતિ અનુભવશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણ હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા ન લાગે. ખર્ચનું પ્રમાણ વધશે. આથી આયોજન પાછળ ધ્યાન કેન્દ્રીત કરવું પડે. નુકસાનથી બચશો. નોકરિયાત માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતાના યોગ છે. શત્રુ પર વિજય મળે. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે ગ્રહો મદદકર્તા થશે. સારા મકાનમાં રહેવા જવાની ઇચ્છા ફળશે. સંપત્તિ સંબંધિત પ્રશ્નોમાં સફળતા સાંપડે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં મનોબળ દૃઢ રાખીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો અવશ્ય સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિઓમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. હેરાનગતિ કે અવરોધો જોવા પડશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોવું રહ્યું. ઉગ્રતાને સંયમમાં રાખજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલે. જમીન-મિલકતને લગતા કામકાજમાં પ્રગતિ થાય.
મકર (ખ,જ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનકૂળ વિકાસની તકો અથવા તો કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. આવકવૃદ્ધિનો પણ માર્ગ પણ મોકળ બનશે. નોકરી-ધંધાની સમસ્યાઓમાંથી કોઈ સારો ઉકેલ મળે. તેમાંથી ભાવિમાં લાભ માટે ઉન્નતિની તક મળે. મિત્રોની સહાય-મદદો ઊભી થાય. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવે. ખોટા ખર્ચ અવરોધ વધારે. જીવનસાથીની તબિયત નરમગરમ રહે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તકો આ સમયમાં મેળવી શકશો. સફળતાને કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક તમે આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ પાર પડે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય. અનેક પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. તમારા નોકરી અને ધંધાના ક્ષેત્રે અવરોધો હશે તેને પાર કરી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. નાણાંકીય જરૂરિયાતો સંતોષાશે. સાથોસાથ ખર્ચ-ચૂકવણીનો બોજ વધુ રહેશે. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહીં. ઉપરી સાથે ઘર્ષણ-વિવાદના પ્રસંગો આવે. બદલી-બઢતીમાં અવરોધ નડે.