મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈ મહત્ત્વની તક મળી જતાં વિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. જોકે આ વિકાસ મંદ ગતિએ થતો લાગશે. નોકરીના કામમાં ધાર્યું થાય નહીં. હરીફ વર્ગ હેરાન કરી મૂકતો લાગે. આ સિવાય વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. શત્રુની કારી ફાવશે નહીં. સારી તકો વધે. ઘર-જમીન અંગેના પ્રશ્નો અંગે ગ્રહયોગો મદદરૂપ બનશે. વિઘ્નોને પાર કરી શકશો. જીવનસાથીની તબિયત ચિંતા કરાવશે. અંગત આરોગ્યની ખાસ કાળજી લેજો. સંતાનોના કામ આગળ વધતાં જણાશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ જ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. આર્થિક આયોજનો પાર પાડવા માટે જરૂરી નાણાં મળવામાં અવરોધ જણાશે. આવક કરતાં ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેવાથી ચિંતામાં આ સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહીં. ઉપરી સાથે ઘર્ષણ, વિવાદના પ્રસંગો આવે. બદલી-બઢતીના અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ તમારે માનસિક બળ, જુસ્સો જાળવી રાખવા પડશે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળશે નહીં. આથી ઊલટું નિષ્ફળતાનો સામનો કરવો પડશે. ભલે વિપરીત સંજોગો સર્જાય, ચિંતા કરશો નહી. તમારી આવક અને જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. અણધાર્યા ખર્ચ પણ થશે. વળી લેણી રકમો મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો તેમાં પણ વ્યય-હાનિ થતાં દેખાશે. નોકરી-ધંધામાં આ સમય વધુ મહેનત માંગી લેતો જણાય છે. તમારી ધારણાઓ ફળશે નહીં. પુરુષાર્થ વધુ કરવો પડે અને છતાંય સફળતા મળવામાં વિલંબ થશે. સંતાનોની તબિયત બગડે. હિતશત્રુની કોઇ કારી ફાવશે નહીં.
કર્ક (ડ,હ)ઃ માનસિક તંગદિલી અને અશાંતિના પ્રસંગો ઓછા થશે. સાનુકૂળતા મળે તેનો લાભ લેવો જરૂરી છે. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણ દૂર થાય. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચા માટે જરૂરી નાણાંની વ્યવસ્થા થઈ શકે. મિત્રો યા સ્વજનો ઉપયોગી નીવડે. એકાદ-બે સારા લાભ મેળવી શકશો. નોકરિયાત માટે રાહત સમય આપનાર તેમ જ પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. ઉપરી અધિકારીનો સાથ સહકાર મેળવી શકશો. વિરોધીઓ પર વિજય મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી બાબતોને પણ સાનુકૂળ હલ મળે. વારસાની મિલકતોના પ્રશ્નો અણઉકેલ્યા રહે. તમારા ગૃહજીવનમાં અકારણ બેચેની, અજંપાનું વાતાવરણ રહે. સ્નેહી કે જીવનસાથીથી વિયોગ થતાં વ્યથા વધે.
સિંહ (મ,ટ)ઃ માનસિક તણાવ વધે તેવા પ્રસંગો બનશે. ગુસ્સો-આવેશની લાગણીઓને કાબૂમાં નહિ રાખો તો અન્યથી વિવાદ-ઘર્ષણના પ્રસંગો આવે. આર્થિક રીતે આ સમય મિશ્ર છે. તેથી તમારી જરૂરિયાતો પૂરતી નાણાની જોગવાઇ ઊભી કરવામાં સફળતા સાંપડે. ખર્ચને પહોંચી શકવાનો ઉપાય મળશે. મકાન યા જમીન યા વાહનના પ્રશ્નોથી તકલીફ અને વ્યયના પ્રસંગો આવે. નોકરી અંગેના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીઓ ફાવે નહીં. ઉપરી સાથેના સંબંધો સારા બને. વેપાર-ધંધામાં જણાતી પ્રતિકૂળતામાંથી બહાર નીકળવાની તક મળશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય જવાબદારીનો બોજો, ટેન્શનનો અનુભવ કરાવશે. વળી લાગણીઓ ઘવાતા મનમાં ઉદ્વેગ તથા અજંપો રહેશે. ગેરસમજો તથા વાદ-વિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમયમાં નાણાકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. નુકસાન કે છેતરપિંડીથી ધનવ્યયનો યોગ છે. સાવધ રહેજો. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સાફ સુધરતા જણાશે નહીં તેથી યથાવત્ સ્થાન રહેશે. નોકરીના પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહીં. નાણાં ફસાય નહીં તે જોજો. નવી લે-વેચમાં ન પડવું.
તુલા (ર,ત)ઃ ચોક્કસ પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભની તક ઊભી થાય. અહીં આવક કરતાં જાવક વધશે. તમારા સ્વજનો કે કુટંબીજનો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા પ્રસંગો બનશે. આ સમયે સહનશક્તિ કેળવીને કુનેહથી માર્ગ કાઢજો. જીવનસાથી સાથે પણ કેવળ કાલ્પનિક અને સ્વમાનના પ્રશ્નોમાંથી વિવાદ ન સર્જાય તે જોજો. નવીન કામગીરીઓ માટે સાનુકૂળતા જણાય. સારા ઉત્સાહપ્રદ પ્રસંગો આવશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કારણ વગરની ઉગ્રતા કે માનસિક ઉશ્કેરાટ વધવાના પ્રસંગો સર્જાય. સંયમથી વર્તશો તો પરિસ્થિતિ બગડતી અટકશે. ખોટા નિર્ણયો આ સમયમાં ન લેવાય તે જોવું રહ્યું. નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચા વધી જવા સંભવ છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણોથી ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતોને કામનો બોજો વધશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક મહત્ત્વની કામગીરીઓ સફળ થતી જણાશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતાં આનંદ અનુભવશો. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક ભીંસ રહેશે. નાણાકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભી કરવાનું મુશ્કેલ બનશે. અલબત્ત, ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતોને સ્થળાંતર પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે. મકાન-મિલકતની બાબત માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. વડીલોની મિલકત અંગેના નિર્ણયો આ સમયમાં લેવા નહીં. ગૃહજીવનમાં આનંદ અને સહકારને કારણે સંવાદિતા સર્જાશે. મતભેદો ઉકેલાશે. લગ્નવિવાહના પ્રસંગો પાર પડતા જણાય.
મકર (ખ,જ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. આ સમયમાં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. રોજિંદા ચાલુ ખર્ચ ઉપરાંત ખર્ચ અને ખરીદીઓ પર કાબૂ રાખજો. લેણી રકમો પરત મળવામાં વિલંબ થાય. નોકરિયાત હો તો હવે કોઈ મહત્ત્વના ફેરફારો થતાં જણાશે. તમારો બઢતીનો માર્ગ અવરોધાયો હશે તો હવે ખૂલી જશે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી થાય. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વાહન-જમીનના પ્રશ્નો હલ થતાં જણાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સર્જનાત્મક કામોમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી થાય. મનની ઇચ્છાઓ બર આવતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આ સમયમાં આર્થિક મૂંઝવણોનો ઉપાય મળશે અને કોઈ મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે લાભના પ્રયત્નો કરશો તો સફળ થશો. નોકિરયાતો માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે. વિરોધી ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અકારણ માનસિક અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ મળે. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. આર્થિક રીતે ચિંતા દૂર થશે. દામ્પત્યજીવનમાં ગેરસમજો કે મતભેદો સર્જાયેલા હશે તો દૂર થશે. જીવનસાથીનો સહકાર મળે. વૈવાહિક બાબતો માટે સાનુકૂળ સંજોગો જણાય. આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી જરૂરી છે. ભૌતિક સુખસુવિધામાં વધારો થઈ શકે છે. સપ્તાહના અંતે ચિંતાનો બોજ હળવો બનતો જણાય.