તા. ૨૩ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી, ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 20th January 2016 06:59 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ હવે તમે ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. તમારા કાર્યસ્થળે ટીકા-ટિપ્પણી પાછળ રહી જશે અને તમારું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વાટાઘાટાની કુશળતા પ્રગટ થશે. તમારી મોહકતા કુનેહ તથા ઔચિત્યમાં રહેલી છે. લોકો આ વાત માનીને તમારા પર વિશ્વાસ મુકશે. નોકરી-વેપારમાં સમય પ્રગતિકારક બની રહેશે. આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. કાર્યક્ષેત્રે વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઈ શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ નિશ્ચિત ધ્યેય તરફ વધો, પણ બનેતેટલા ઓછા વિવાદ સાથે. યાદ રાખો કે તમારી પ્રગતિ બીજાના ભોગે ન હોવી જોઈએ. તમારા માટે નવા અને પ્રેરણાદાયી નોંધપાત્ર ફાયદાઓ સંગ્રહાયેલા છે. શંકાઓ અને નિરાશાનું સ્થાન હક અને ફરજો લઈ લેશે - જેને તમામ સમાનભાવે ઇચ્છતા હતા. આધ્યાત્મિક ફાયદાઓથી આ સમયગાળો વળતર અપાવનારો બની રહેશે. જમીન-મકાનની ખરીદી થઈ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. નાણાભીડ દૂર થઈ શકે છે.

મિથુન (ક,છ,ઘ)ઃ હવે તમારા માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે અને તમે પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચાર ધરાવતા લોકો સાથે સારું કામ કરી શકશો. પ્રવાસ અને વાતચીત, સંદેશવ્યવહાર દ્વારા તેમને જેવી ઝંખના છે તેવી સફળતા મળે તેવી શક્યતા છે. જો તમે એકલા હશો તો કોઈ તમારા હૃદયમાં સમાઈ જશે. કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં સફળતા મળી શકે છે. ભૌતિક સુખસુવિધામાં વધારો થઈ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથી પસંદ કરશે.

કર્ક (ડ,હ)ઃ સામાજિક તથા વિદેશી સંપર્કો વધુ મજબૂત કરવામાં પરોવાયેલા રહેશો. તમારી સર્જનાત્મકતામાં વધારો થાય. આદ્યાત્મિકતા અને રહસ્યવાદમાં ઊંડા ઊતરવાની ઇચ્છા થાય. તમારા લક્ષ્યાંકો સિદ્ધ કરવા ઘણો પરિશ્રમ કરશો. નાણાકીય ક્ષેત્રે અને ભાવનાત્મક દૃષ્ટિએ સ્થિરતા મેળવવાનું નવું લક્ષ્યાંક નિર્ધારશો. આ સમયગાળો ઘણો પડકારજનક રહેશે. કામનો જુસ્સો હકારાત્મક પરિણામ આપે. સ્થાવર મિલકતની ખરીદી થઈ શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. આરોગ્ય સુખમય રહેશે.

સિંહ (મ,ટ)ઃ તમારા જીવનની ગાડી ફરીથી પાટા ઉપર ચઢે અને વ્યક્તિગત પ્રગતિ થાય. વાતચીતની કળામાં પારંગતતા એ તમારી મહામૂલી મૂડી છે. સંપર્કો અને સંદેશાવ્યવહારને વધુ મહત્ત્વ આપશો. નિકાસ, વિદેશી કરારો, વિદેશી ભાગીદારીમાં કાઠું કાઢી શકશો. ઘણો સમય પ્રવાસ-મુસાફરીમાં જાય. આર્થિક બાબતોમાં સાવચેત રહેવાની સલાહ છે. વૈચારિક મતભેદોમાંથી ઉદભવતી તકરાર ટાળવા માટે તમારે શક્ય તેટલા પ્રયત્નો કરવાના રહેશે. આવક કરતાં જાવક ખર્ચ ન વધે તેની કાળજી રાખવાની જરૂર છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ પણ પ્રકારના જુગારમાં પડવાનું ટાળજો કારણ કે આ સમયગાળો જોખમ ઉઠાવવા માટે સારો નથી. ધૈર્યપૂર્વકની મહેનત રંગ લાવશે અને પૈસો તથા પ્રતિષ્ઠા અપાવશે. મોટા ભાગનો સમય કામમાં વ્યસ્ત રહેશો. કોઈ પણ જાતની અપેક્ષા વગર ઘણી મહેનત કરશો. આ અભિગમને કારણે ઘણી પ્રશસ્તિ તેમ જ આત્મસંતોષ મળશે. આધ્યાત્મિકતા તરફનો ઝોક વધે. તમને તમારું કામ રસપ્રદ લાગશે અને ઊંડા સંતોષની લાગણી અનુભવશો. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. નાણાભીડ પણ દૂર થાય.

તુલા (ર,ત)ઃ નવા સંબંધો અને સંપર્કોનો વિકાસ થશે, જેમાં નવી ઓળખાણોથી લઈને વ્યાવસાયિક ભાગીદારી સુધીનો સમાવેશ થાય છે. લોકોની સમસ્યાઓનો નિકાલ કરવાના ઉદ્દેશથી તેમની પાસેથી જે લીધું છે એનાથી બમણું આપવાની તત્પરતા તમે દેખાડશો. તમને નવા વિચારો, સાહસિક યોજનાઓ, સૂચનો આકર્ષશે. નવી યોજનાઓના સંદર્ભે પ્રોત્સાહક પ્રતિસાદ મળશે. નવા મિત્રો સાથે તમે જોડાશો. સામાજિક રીતે તમે લોકો માટે આશાસ્પદ બનશો, પ્રશંસાપાત્ર પણ રહેશો. શુભ સમાચાર મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ વૃદ્ધિ કે પરિવર્તનનો આ સમયગાળો ઘણા ભાગે ભૌતિક સ્વરૂપે દેખાશે. નવા વ્યક્તિગત સંબંધો, વલણોમાં ફેરફાર અને મનગમતો વિકાસ પ્રેમ કે ઉત્તેજના લઈને આવશે. આર્થિક દૃષ્ટિએ પણ આ સમયગાળો લાભકર્તા સાબિત થશે. તમે ઉતાવળે તમારું કામ પતાવ્યા પછી ઉતાવળથી થયેલા નુકસાન વિશે વિચારીને પસ્તાશો. તમારા દરેક પાસાં કે વલણોમાં તમે સુધારાની સંભાવના જોઈ શકશો. સંપૂર્ણતાની ઇચ્છા તમારી માનસિકતાનું એક અંગ બની જશે. માનસિક ચિંતા હળવી બનતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય છે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ પરિવારજનો અને મિત્રો સાથે આનંદ માણશો. કામ કરવા બાબતના તમારા વિચારો તથા સમય અને ઊર્જાનું એમની સાથે આદાન-પ્રદાન કરશો. એનાથી તમારી માનસિકતામાં સાચી સર્જનશીલતા ઉદભવશે. તમે તમારા કાર્યમાં મૌલિક વિચાર, રચનાત્મકતા ઉદભવશે. તમે તમારા કાર્યમાં મૌલિક વિચાર, રચનાત્મક, દક્ષતા દેખાડવાની વૃતિથી આગળ વધશો. વિરોધીઓથી આગળ નીકળી જશો. બીજા લોકોની ટીકાટિપ્પણ કરવાથી બચવું જરૂરી છે. ધીરજ ન ગુમાવશો. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખશો તો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે. એકંદરે સમય શુભ.

મકર (ખ,જ)ઃ સમજીવિચારીને નવા મિત્રોની પસંદગી કરવી. સટ્ટાબજારમાં નાણા રોકવામાં સાવધાન રહેવું, અન્યથા આર્થિક નુકસાની ખમવાનો વારો આવશે. સમાન વિચારો ધરાવતા લોકો સાથે સારું કામ કરી શકશો. રોકાણ માટે આ સમય ઉત્તમ રહેશે. તમે જે કોઈ ક્ષેત્રમાં પ્રવેશ કરશો તેમાં લાભ જ મેળવશો. પ્રવાસ, વાતચીત અને સંદેશવ્યવહાર લાભકારક સાબિત થશે. દોષારોપણથી બચવું, અન્યથા ખરાબ પરિણામો ભોગવવા પડે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આકસ્મિત ધનલાભના યોગ છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. મિત્રો તરફથી મદદ મળી રહે. નવા કાર્યનું આયોજન હાથ ધરશો અને આયોજન પરિપૂર્ણ થાય. વિદેશ જવાના પ્રયત્નોમાં સફળતા મળી શકે. નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધો, પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. યાદ રાખો કે તમારી પ્રગતિ બીજાના ભોગે ન હોવી જોઈએ. આ સમયગાળો શાંત રહીને જ પસાર કરવામાં તમારું હિત સમાયેલું છે. વાહન ચલાવતા કાળજી રાખવી જરૂરી. સંતાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સ્વાભાવિક રીતે જ જીવનમાં દરેક ક્ષેત્રમાં સકારાત્મક અસર વર્તાશે. ટીકા-ટિપ્પણ પાછળ રહી જશે અને તમારું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વાટાઘાટની તમારી કુશળતા ખીલશે. શંકા અને નિરાશા વચ્ચેના વાતાવરણમાં આધ્યાત્મિકતા તરફનો ઝોક વધે. પ્રેમસંબંધોમાં તિરાડ ઊભી થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વ્યાવસાયિક ક્ષેત્રે તમારા માટે આ સારો સમય બની રહેશે. આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ભૌતિક સુખસુવિધામાં વધારો થઈ શકે છે. માનસિક ચિંતા હળવી બનતી જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter