મેષ (અ,લ,ઈ)ઃ કેટલાક પ્રતિકૂળ સંજોગો સર્જાતા માનસિક તંગદિલી - ટેન્શન વધતાં જણાશે. કાર્યશીલ રહેજો. ધીરજ ધરશો તો આર્થિક સમસ્યાઓ ગમેતેટલી ઘેરી હશે તો પણ તમે સમસ્યાઓનો હલ શોધી શકશો. એકાદ-બે ધનલાભના પ્રસંગો આવતા લાભની આશા ફળશે. નોકરિયાતને બદલી-બઢતીનો માર્ગ અવરોધાયેલો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ મુશ્કેલીઓ વધતી જણાશે. વિરોધીઓ અને હરીફો ધંધામાં બાધારૂપ બનતા જણાશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય એકંદરે સફળ નીવડશે. પૂર્વ નિર્ધારિત કામગીરીઓ પાર પડશે. મિત્રો-સ્વજનોના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. માનસિક તાણ અનુભવાશે. આ સમયગાળામાં નાણાકીય અવરોધોમાંથી માર્ગ મળશે. તમારી મૂંઝવણ કે ચિંતાનો ઉકેલ મળશે. આવી પડેલા ખર્ચાઓ અંગે છેલ્લી ઘડીએ રસ્તો મળી આવશે. આવકનું પ્રમાણ વધશે, પરંતુ તે સંતોષજનક નહિ હોય. નોકરિયાતની બઢતી આડેના વિઘ્નો દૂર થશે.
મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધતી જણાશે. ખોટી ચિંતાથી અશાંતિનો અનુભવ થાય. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધતા સંતુલન જળવાય નહિ. લાભમાં અંતરાય જણાય. મોટા સાહસમાં પડવાનું ટાળજો. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલતો લાગે. વિરોધીઓના હાથ હેઠા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ - ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કામ કરી શકશો નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે, જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગ પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન તમને મનોસ્થિતિ ડહોળાતી જણાશે. ધીરજની કસોટી થશે. અકારણ ચિંતા છોડજો, નહીંતર તણાવમુક્ત થવામાં વિલંબ થશે. આવકવૃદ્ધિ સામે હવે ચૂકવણી અને ખરીદીના ખર્ચ વધશે. બચતનું આયોજન શક્ય બને નહીં. જોકે આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાતી શકાશે. આ સમય દરમિયાન તમારા નોકરીના ક્ષેત્રે કેટલાક પ્રશ્નોથી મૂંઝવણ સર્જાશે, જે ઉદ્વેગ પેદા કરે.
તુલ (ર,ત)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બને. સંજોગ લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે તેને ઝડપી લેજો. મનનો બોજો હળવો થાય. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજના વગેરે કાર્યો પાર પડતા જણાય. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી બહાર નીકળી શકશો. બદલીના યોગ છે. વેપાર-ધંધામાં વૃદ્ધિ - વિકાસના પગલા આયોજન માટે સમય લાભકારક છે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. સાનકૂળ વિકાસની તકો અને કાર્યમાં સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક સ્થિતિ વિકટ અને મૂંઝવણભરી હોવા છતાં પણ તમે કોઈ ઉકેલ મેળવીને કામ કાઢી શકશો. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરી-ધંધાની સમસ્યામાંથી કોઈ સારો ઉકેલ મળે અને તેમાંથી ભાવિમાં લાભ થાય તેવી ઉન્નતિની તક મળે. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવશે. કૌટુંબિક કારણસર મતભેદ થાય કે વાદવિવાદ જાગે. શત્રુઓની કારી ફાવે નહીં.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થશે. તમારા વિચારો અમલમાં ન મૂકાતાં ચિંતા વધશે. સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. તેથી સમજી-વિચારીને કોઇ પણ ખર્ચ કે સાહસ કરજો. નાણાનો દુર્વ્યય ન થાય તે જોવું રહ્યું. અહીં આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેતા બચત અશક્ય બને. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતી શક્ય બનશે. વેપાર-ધંધામાં વિરોધીના કારણે થોડી ઘણી ચિંતા રહે.
મકર (ખ,જ)ઃ સપ્તાહમાં સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. અસ્વસ્થતા અને બેચેનીના કારણે કામકાજો પર પૂરતું ધ્યાન આપી શકાય નહીં. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે મળવામાં હજુ વિલંબ થતો જણાય. આ સમયગાળામાં નાણાકીય જવાબદારીઓ વધતી લાગે. કરજ અને દેવાનો ભાર વધે નહિ તે જોવું રહ્યું. આવકની સામે ખર્ચનો પ્રવાહ વધી જતો જણાય. નાણાસંબંધિત પ્રશ્નો ગૂંચવાતા લાગે. નોકરિયાતોને હરીફોના કારણે ચિંતા રહેશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય શુભ જણાય છે. મન પરનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગ મિશ્ર ફળ આપશે. આવક કરતાં ખર્ચનું પલ્લું નમતું રહેશે. નોકરીમાં પ્રગતિ અને વિકાસનો માર્ગ ખુલ્લો થશે. અટવાયેલાં લાભ મેળવી શકશો. ધંધા-વેપારમાં કાર્ય આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ નવીન તકો આવે તે વધાવી લેજો. યશ-સન્માનમાં વધારો થાય. આર્થિક પરિસ્થિતિ થોડી ઘણી ગૂંચવાયેલી જણાય. ખર્ચાઓ ઊભા જ રહે. અલબત્ત, તમારા કામકાજો પૂરતાં નાણાં મળી રહેશે ખરા. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સિદ્ધિ આપનાર નીવડે. નોકરિયાતને મુશ્કેલીના સંજોગો હશે તો તેમાંથી બહાર નીકળવાના માર્ગ મળે. ધંધા-વેપારના કામકાજોમાં ધાર્યો સુધારો થતાં લાભની આશા વધે. ભાગીદારીના પ્રશ્નો હલ થાય.