મેષ (અ,લ,ઈ)ઃ આ સમય આરોગ્યની ચિંતા તેમ જ નાણાભીડનો અનુભવ કરાવનાર બને તેમ છે. આ સમયમાં કોઈ મહત્ત્વની તક ખૂલી જતાં વિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. જોકે આ વિકાસ મંદ ગતિએ થતો લાગશે. નોકરિયાતને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. એકંદરે સાનુકૂળતા જણાશે નહીં. કૌટુંબિક ક્ષેત્રે સહકાર અને સંવાદિતાનું વાતાવરણ રહેશે. ગેરસમજો દૂર કરી શકશો. જીવનસાથીની તબિયત સાચવવી જરૂરી છે. પ્રવાસ- પર્યટન સફળ થાય અને મહત્ત્વના સંબંધોથી લાભ મળે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળામાં આશાસ્પદ સંજોગો ઊભા થતાં માનસિક આનંદ અને અશાંતિ અનુભવશો. ખોટી ચિંતાને મનમાં ડોકાવા દેશો નહિ. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. અહીં લાભની સામે વ્યય પણ જણાશે. આવકનું આયોજન કરશો તો વાંધો આવશે નહીં. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. લગ્નવિવાહની બાબતોનો ઉકેલ મળશે. દામ્પત્યજીવનની મૂંઝવણ યોગ્ય સમજ દ્વારા દૂર થાય. કાર્યક્ષેત્રે વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઈ શકે.
મિથુન (ક,છ,ઘ)ઃ મૂંઝવણોમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. રચનાત્મક રીતે વિકાસ થાય. આ સમયમાં તમારી નાણાકીય જવાબદારીઓ, ચૂકવણીઓ માટે નાણાંની ગોઠવણ કે પ્રાપ્તિ માટેના પ્રયત્નો મુશ્કેલી બાદ સફળ થશે. અણધારી આવક પણ મેળવી શકશો. ભાડાંઓમાંથી આવક મળે. નોકરિયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય માટે પ્રશંસા મળે. વિરોધીના હાથ હેઠાં પડતાં શાંતિ મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસવૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. ગૃહજીવનના મતભેદો નિવારી શકશો. પ્રિયજનથી મિલન થાય.
કર્ક (ડ,હ)ઃ મહત્ત્વના કામકાજો માટે સાનુકૂળતા તથા સફળતાનો યોગ બને. સ્નેહી-મિત્રોથી મદદ મેળવી શકશો. કોઈ સંબંધની સહાયથી કાર્ય ઉકેલાતું જણાય. નવા સમાચાર માંગલિક કાર્ય માટે સમય શુભ બનતો જણાશે. મકાન, જમીન, મિલકતને લગતી સમસ્યાઓ હજુ પણ મૂંઝવશે. પરેશાની વધતી જણાય. નોકરિયાતોને વિલંબ-અવરોધોનો સામનો કરવો પડશે. ધંધાદારી વ્યક્તિઓને અણધારી પ્રતિકૂળતા બાદ કાર્યસફળ થાય. નાણાકીય નવરચના, વ્યવસ્થા, ઉઘરાણી આદિ કાર્યો પણ થઈ શકશે. ગૃહજીવનમાં વિવાદાસ્પદ વાતાવરણ રહેશે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વેપારમાં નવા રોકાણ થઈ શકે છે. સમય સાનુકૂળ છે.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં એકંદરે કામકાજોમાં થોડા ઘણા અંતરાયો બાદ કરતાં સફળતા મળશે. પ્રયાસોને સફળતા મળતાં અવરોધોને પણ સહી શકશો. નિરાશાના સંજોગો વખતે સભાનતા ટકાવી રાખજો. હિતશત્રુઓના કારણે વિઘ્ન જણાય. આવકમાં ખાસ વધારો થવાનો નથી. જાવક પર અંકુશ એ જ ઉપાય છે. ગૃહજીવનમાં ક્ષુલ્લક કારણસર કે લાગણીના કારણે વિવાદો જન્મે. તમે ફક્ત સમજશક્તિ દાખવીને જ આવા વિવાદ નિવારી શકશો. મૂંઝવણ વધશે. પ્રયત્નો સફળ થાય નહીં.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મહત્ત્વના નિર્ણય લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહી, મિત્રોથી સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધે. મિલકત-ભાડા વગેરેની આવક થાય. સામાજિક તથા ગૃહજીવનના ખર્ચાઓની સગવડ ઊભી થઈ શકશે. દામ્પત્યજીવનમાં એકંદરે સહકાર, સંવાદિતાનું અને સ્નેહનું વાતાવરણ સર્જાશે. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો મળશે. સ્ત્રીઓને માનસિક ચિંતા રહેશે.
તુલા (ર,ત)ઃ માનસિક ઉગ્રતા-આવેશને કાબૂમાં રાખજો. કોઈને કોઈ કારણસર મનનો બોજો વધશે. અન્ય સાથે ઘર્ષણ ન જાગે તે જોજો. ઉતાવળા પગલાના કારણે પસ્તાવું પડે. નાણાકીય મૂંઝવણ હજુ ખાસ દૂર થાય તેમ નથી. એક સાંધતા તેર તૂટવાનો ઘાટ જણાશે. અલબત્ત, જે આવક થશે તેનો વ્યય સારા માર્ગે થતા જવાબદારીનો બોજો ઘટશે. એકાદ લાભનો પ્રસંગ જોવા મળશે. નોકરિયાતને કાર્યભાર વધશે. તમને જોઈતી સફળતા મેળવવામાં હજુ અવરોધ જણાશે. જમીન અને તેને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્ન હલ થશે. દામ્પત્યજીવનનું વાતાવરણ સારું રહેશે. અગત્યના કામો સફળ થશે. સંતાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ મળી રહે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. ખોટું ટેન્શન જણાશે. જોકે કંઈ અશુભ બનવાનું ન હોવા છતાં ખોટી ચિંતા રહેશે. સમતા અને સંયમ જ મદદરૂપ થાય. આ સમયમાં આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપવું જરૂરી છે. મકાન-મિલકત અંગેના કામકાજો થઈ શકશે. મકાનની ફેરબદલીનું કાર્ય પણ કરી શકશો. બાપદાદાની સંપત્તિના પ્રશ્નો અંગે હવે સમય સાનુકૂળ બને છે. પ્રવાસ સફળ થાય.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ લાગણી કે સમાજની ભાવના દુભાય તેવા પ્રસંગોના કારણે તાણ-તંગદિલી જણાશે. અન્ય સાથે ચકમક ઝરવાના પ્રસંગો નહિ અટકાવો તો સાથે ઉશ્કેરાટ વધશે. કૌટુંબિક સંપત્તિના કામકાજો પાર પાડતા જણાશે. તમારા જીવનસાથી સાથે નાની- મોટી બાબતોમાંથી વિવાદ-ઘર્ષણના પ્રસંગો સર્જાતા અટકાવજો. કૌટુંબિક વાતાવરણ અશાંત રહેવાના યોગો છે. સંતાનોના આરોગ્યની કાળજી રાખજો. પ્રિયજન સાથે વિયોગનો યોગ છે. ભાગીદારીના પ્રશ્નો ધીરજથી ઉકેલજો. નવીન યોજનાઓમાં હજુ વિઘ્ન જણાશે. નાણાકીય લેવડદેવડની કાળજી રાખવી. રોજગારીની તક મળી શકે છે.
મકર (ખ,જ)ઃ મનોમૂંઝવણના સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિત સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. અન્યોના વિશ્વાસે ધિરાણ કરવું નહિ. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મિત્રો-સ્વજનોની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચ વધે અને ધાર્યા કામ પાર પડે નહીં. સંયુક્ત મિલકતો વિશેની ચિંતાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. તમારા જીવનસાથીનો પ્રેમ અને સાથસહકાર મળશે. વાહન અને જમીન-મકાન સંબંધિત પ્રશ્નો હલ થાય. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીઓના વાતાવરણમાંથી બહાર નીકળી શકશો. સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહી શકશો. કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. તમારી ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશાઓ ફળશે. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગો મદદરૂપ છે. સમસ્યાઓનો યોગ્ય અને અનુકૂળ ઉકેલ મળશે. નવા ઘરમાં રહેવાની ઇચ્છા સાકાર થાય. ગૃહજીવનનું વાતાવરણ ડહોળતા ગેરસમજો વધે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના યોગ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ મળશે. નાણાના અભાવે અટકાયેલા કાર્યો માટે આયોજન કરી શકશો. નોકરિયાત માટે આ સમય શુભ જણાતો નથી. માનસિક વ્યથા કે વિષાદ થશે, જેમાંથી બહાર આવતા સમય લાગશે. કુટુંબીજનોનો સહકાર વધશે અને કૌટુંબિક કામકાજમાં સફળતા મળે.