તા. ૭ મે ૨૦૧૬ થી ૧૩ મે ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 04th May 2016 10:03 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય પ્રગતિકારક અમે ઉત્સાહજનક નીવડશે. આર્થિક ક્ષેત્રે ઇચ્છો છો તેવી તકો આ સમયમાં મળતી જણાશે. કોઈની મદદ લોન સહાય દ્વારા કામ પાર પડશે. નોકરી-ધંધામાં

મળતી તકનો ઉપયોગ કરશો. નોકરિયાતને ઉપરી વર્ગનો સહકાર મળતો જણાય. ધંધામાં પ્રતિસ્પર્ધીની ચાલ સફળ થાય નહીં. સંપત્તિની લે-વેચના કામ સફળ થતાં જણાય. કૌટુંબિક સમસ્યાઓને અહીં કુનેહપૂર્વક ઉકેલો તે જરૂરી છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ અનુભવશો. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક જરૂરિયાતો કે અપેક્ષાઓ પ્રમાણે નાણા ઊભા કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. જોકે કરજ-લોન વધે નહિ તે જોવું રહ્યું. નોકરિયાતોને સ્થળાંતર પરિવર્તનની તક મળે તો ઝડપી લેવી. નવા ક્ષેત્રમાં પ્રવેશવાની તક મળશે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સાનુકૂળ બને.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં મનોવેદના વધારતા બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા પર વધુ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ હવે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ અહીં મળશે નહીં. આવક સામે વિશેષ ખર્ચાઓ જણાશે તેથી નાણાકીય ભીડનો અનુભવ થશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યની રચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહિ. પ્રતિકુળતાના કારણે કામ ધાર્યા સમયમાં પાર પડે નહીં. સંજોગો હજુ સુધારવામાં સમય લાગશે તેમ હોવાથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરવા જરૂરી છે. નાણાનો વ્યય ન થાય તે જોવું રહ્યું. નોકરિયાતો માટે આ સમય પરિવર્તનકારક છે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સાચવજો.

સિંહ (મ,ટ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદની લાગણી અનુભવશો. મનની સ્વસ્થતા જાળવી રાખજો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર રહે છે. આર્થિક જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણા ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતોને કોઈ સ્થળાંતર પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. વેપાર-ધંધામાં નવા ક્ષેત્રે પ્રવેશ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાં પણ આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ કરવા જેવો સમય નથી. નાણાભીડના કારણે ધાર્યા કામો પાર પડે નહીં. આવક કરતાં જાવકનું પલડું નમી ન જાય તે જોવું રહ્યું. કોઈના ભરોસે ચાલશો તો નુકસાન પણ ખમવું પડી શકે છે. નોકરિયાતને લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાશે. જોકે વધારાની નવીન જવાબદારી ઊઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ પણ આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની આર્થિક જવાબદારી હળવી થશે. અલબત્ત, સાથોસાથ કોઇ મૂંઝવણો હશે તો પણ દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટવાયેલા લાભો તથા બઢતીની તકો વધશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો બનશે અને આશાવાદી કાર્યરચનાઓના કારણે તમારી તંગદિલી ઘટશે. તમે જેટલા વધુ કાર્યશીલ થશો તેટલા આનંદિત રહી શકશો. નાણાકીય દૃષ્ટિએ ચિંતાઓ દૂર થશે. જૂની ઉઘરાણીની આવક થાય. વધારાના ખર્ચને પહોંચી વળવાની તમારું આર્થિક આયોજન સફળ થશે. લેણી રકમ પરત મળશે. નોકરિયાત માટે સમય મહત્ત્વનો નીવડશે. તમે સારી નોકરી કે પદ મેળવવામાં સફળ થશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. અણધાર્યા સંજોગો ઊભા થતાં આવક સામે ખર્ચ પણ વધે તેમ હોવાથી તેની ગણતરી પણ રાખજો. નોકરિયાતો માટે આ સમય મૂંઝવણ અને તકલીફોનું વાતાવરણ સર્જાશે. તમારા કામકાજો હજુ યથાવત્ રહેતાં લાગે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જવાબદારી હળવી થશે. મૂંઝવણ હશે તો જરૂર દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો કે બઢતીની તકો મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. કોઈ સાનુકૂળ તક આવી મળશે. માનસિક ચિંતાનો ભાર હળવો થતો જણાય. અગત્યની કાર્યરચના માટે આ સમય સાનુકૂળ બનશે. આર્થિક બાબતોને તમે ઠીકઠીક કરી શકશો. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્ય અંગે નાણાંની ગોઠવણી થઈ શકશે. ઉઘરાણીના નાણા મળવાની આશા છે. નોકરિયાતને તેમની સમસ્યાઓ ઉકેલાતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સપ્તાહમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહમાં વધારો થશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમચારથી આનંદ અનુભવશો. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાતો પ્રમાણે નાણાકીય જોગવાઈ થઈ શકશે. જોકે કરજ યોગ પણ છે. નોકરિયાત માટે આ સમય પરિવર્તન બદલી તથા કેટલાક મુશ્કેલીઓને બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter