ભૂરોઃ પપ્પા, અમારી ટીચર એટલી સુંદર છે ને...
પપ્પાઃ બેટા, એવું ના બોલાય, ટીચર તો માતા સમાન હોય છે.
ભૂરોઃ ગોઠવો... ગોઠવો... જ્યાંને ત્યાં બસ તમારું જ સેટિંગ ગોઠવો.
•••
પત્ની સેલ્ફી લે અને પછી ડિલીટ કરે અને પછી કેમેરાનો કાચ સાફ કરે.
આમ લગભગ અડધો કલાક ચાલ્યું.
આ જોઇને પતિથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એક વાર મોઢું સાફ કરીને ટ્રાય કર...
પતિ કઈ હોસ્પિટલમાં છે કોઈને ખબર નથી હજી.
•••
ચંપાઃ આજે સાંજે શું બનાવું. મેક્સિન રાઇસ, થાઈ રાઈસ કે પછી લેમન રાઈસ વિથ થાઈ કરી?
જિગોઃ તું એક વખત બનાવ, નામ આપણે પછી આપીશું.
•••
જિગોઃ જરા પાણી પીવડાવી દે.
ચંપાઃ તરસ લાગી છે?
જિગોઃ ના, ગળું ચેક કરવું છે ક્યાંયથી લીક તો નથી ને!
•••
ભૂરોઃ ૨ BHKનો શું ભાવ છે?
જિગોઃ દેખાતું નથી?! આ રેડીમેડ કપડાંની દુકાન છે...
ભૂરોઃ પણ બોર્ડ ઉપર લખ્યું છે કે "FLAT 70% OFF''
•••
ભૂરોઃ જિગા ચાર પાનાનો નિબંધ લખ કે, ‘આળસ શું છે?’
જિગોઃ (ત્રણ પાના કોરા મૂક્યા બાદ ચોથા પર) લખ્યું બસ આ જ આળસ છે.
•••
લીલીઃ શું વિચારે છે?
ચંપાઃ મારા પતિ સવારના કહે છે કે એમના ખિસ્સામાંથી કોઈ પાંચ હજાર કાઢી ગયું.
લીલીઃ શું વાત કરે છે?
ચંપાઃ મને ચિંતા એ વાતની છે કે મારી પાસે તો ચાર હજાર જ છે. તો એ પાંચ કેમ કહે છે?
•••
લીલીઃ મારી ખાનદાની જુઓ મેં તમને જોયા વગર તમારી સાથે લગ્ન કરી લીધાં.
ભૂરોઃ પણ મારી ખાનદારી જોકે મેં તને જોયા પછી પણ ‘ના’ ના કહી.
•••
જિગોઃ હું જ્યારે જયારે સૂટ પહેરીને શાકભાજી લેવા જાઉં છું ત્યારે દુકાનદાર મને મોંઘુ શાકભાજી આપે છે, અને જ્યારે મેલાઘેલાં કપડાં પહેરીને જાઉં છું તો સસ્તું શાકભાજી આપે છે.
ચંપાઃ હવે હાથમાં કટોરો લઈને જજો... મફતમાં શાકભાજી આપશે!
•••
ભૂરોઃ મહારાજ, કહો મારાં લગ્ન ક્યારે થશે?
જિગોઃ ક્યારેય નહીં થાય.
ભૂરોઃ કેમ?
જિગોઃ કેવી રીતે થાય, તારા ભાગ્યમાં તો સુખ જ સુખ લખ્યું છે.