ભૂરોઃ વેલેન્ટાઈનનો વિરોધી શબ્દ શું?
જિગોઃ ક્વોરન્ટાઈન
ભૂરોઃ એ કેવી રીતે?
જિગોઃ વેલેન્ટાઈનમાં લોકો એકબીજાને ભેટે છે અને ક્વોરન્ટાઈનમાં દૂર દૂર રહે છે.
•
ભુરોઃ લોકડાઉન દરમિયાન દરેકના ઘરમાં ઝઘડા થતા હતા તે તારા ઘરમાં શાંતિ કેવી રીતે રહેતી હતી?
જિગોઃ હું સામેથી જ કહી દેતો હતો કે, લાવ વાસણ હું માંજી નાખું છું... આ શબ્દોની અસર આઇ લવ યુ કરતાં પણ વધારે સારી થાય છે.
•
લીલીઃ મારા મોબાઇલમાં નેટવર્ક બરોબર આવતું નથી?
ભૂરોઃ મેડમ, ખરાબ એટમોસ્ફિયરને કારણે ક્યારેક એવું થાય.
લીલીઃ તો પછી મોબાઇલ આપી જઉં... એક વખત ચેક કરીને મોબાઇલનું નવું એટમોસ્ફિયર નાખી દો ને...
•
ચંપાઃ ડોમેસ્ટિક ટેરરિઝમ એટલે શું?
ભૂરોઃ તું ત્રણ કલાક રસોઇ શો જોયા પછી પણ સાંજે જમવામાં ખીચડી બનાવે તેને ડોમેસ્ટિક ટેરરિઝમ કહેવાય.
•
ભૂરોઃ તને યાદ છે આપણે ઉત્તરાયણ વખતે પેલા પંડિતજીને કુંડળી બતાવવા ગયા હતા.
જિગોઃ હા યાદ છે.
ભૂરોઃ ત્યારે એમણે મને કહ્યું હતું કે, સારો સમય આવે છે. ઘરે બેઠાં બેઠાં ખાવાનું મળશે. ક્યાંય બહાર પગ નહીં મૂકવો પડે.
જિગોઃ હા યાદ આવ્યું... મને પણ કંઈક આવું જ કહ્યું હતું.
ભૂરોઃ નક્કી એમને કોરોના વિશે પહેલેથી ખબર પડી ગઈ હશે.
•
લીલી અને ભૂરો બજારમાં વાતો કરતાં હતાં ત્યાં જ ચંપા આવી ગઈ.
ચંપાઃ અરે તમે અહીંયા ઊભા છો? હું તો ક્યારની ઘરે તમારી રાહ જોઇને બેઠી હતી.
ભૂરો (સહેજ ગભરાઈને)ઃ અ...રે, હા આ તો લીલી મળી ગઈ એટલે સહેજ વાતો કરતો હતો.
ચંપાઃ કંઇ વાંધો નહીં, ઘરે ચાલો તમને વાગ્યું છે ત્યાં મલમ લગાવી આપું.
ભૂરોઃ પણ મને ક્યાં કંઈ વાગ્યું છે?
લીલીઃ એ તો ઘરે ગયા પછી ખબર પડશે ને!
•
ભુરોઃ મારે મારી ગર્લફ્રેન્ડને કોઈ ગિફ્ટ આપવી છે. શું આપું?
જિગોઃ ગોલ્ડ રિંગ આપ.
ભુરોઃ ના કોઈ મોટી ચીજ બતાવ.
જિગોઃ તો પછી ટ્રેક્ટરનું ટાયર આપી દે.
•
પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો.
ચંપાઃ હવે હદ થઈ ગઈ. હું મારી મમ્મીને ઘરે જઉં છું અને ક્યારેય પાછી નહીં આવું.
ભૂરોઃ જતાં પહેલાં એક ખુશખબર સાંભળતી જા. કાલે તારી મમ્મી પણ તારા પપ્પા સાથે લડીને પિયર ગઈ છે.
•
જિગોઃ હવે તો ઘરવાળા પણ સવારે જલ્દી નથી ઊઠાડતાં.
ભૂરોઃ એવું કેમ?
જિગોઃ એ લોકો જાણે છે કે પથારીમાંથી ઊઠશે એવો મોબાઈલમાં ઘૂસી જશે.
•
લોકડાઉનમાં ઓનલાઇન ભણાવી રહેલા ટીચરે કહ્યુંઃ કોઇને કાંઇ પૂછવું હોય તો પૂછી લો.
જીગોઃ સર, સેનેટાઇઝરમાંથી આલ્કોહોલ કેવી રીતે અલગ કરી શકાય?
•