ચંપાઃ લોકડાઉનથી માનવી અને પશુમાં શું ફેર પડ્યો છે?
ભુરોઃ પહેલા આપણે એમને જોવા માટે ઝૂમાં ટિકિટ લઇને જતાં હતાં. હવે તે આપણને જોવા વગર ટિકિટે આવે છે.
•
જીગો નાહવા ગયો હતો. ચંપાએ તેનો ફોન ચેક કર્યો તો.
કોન્ટેક્ટ્સમાં એક નામ કોરોના વાઇરસ લખ્યું હતું.
તેણે નંબર ડાયલ કર્યો તો, ચંપાના પોતાના જ ફોનની રિંગ વાગી.
•
જિગોઃ અલ્યા, તું જાતે જ તારી પોસ્ટને લાઇક કરે છે અને કોમેન્ટ કર્યા કરે છે.
ભૂરોઃ હવે હું આત્મનિર્ભર થઈ ગયો છું. મારે કોઈની ઉપર આધાર રાખવો નથી.
•
લીલીઃ આ છેલ્લા દશ દિવસથી હું આત્મનિર્ભર થવાની વાતો સાંભળું છું. તેનો અર્થ શું થાય?
ભૂરોઃ હવે લોકડાઉન પછી કામવાળીને પાછી બોલાવવાની નથી.
•
ભૂરોઃ મને તારો સેલ્ફ કન્ટ્રોલ ખૂબ જ ગમે છે.
ચંપાઃ શું વાત કરો છો?
ભૂરોઃ હા, આટલી બધી સુગર છે તારા શરીરમાં પણ મજાલ છે કે તારી ભાષામાં મીઠાશ આવે.
•
ચંપાઃ તું કચરા-પોતાં કર્યા વગર જ તારી ઓફિસનું કામ કરવા બેસી ગયો.
ભૂરોઃ મારે વર્ક ફ્રોમ હોમ છે. તેનો અર્થ થાય છે ઘરેથી કામ કરવું, ઘરનું કામ કરવું એવું નહીં.
•
જિગોઃ ભૂરા તારે તો મેડિકલ સ્ટોર છે અને લોકડાઉનમાં ખુલ્લો રાખવાની પરવાનગી પણ છે? તો કેમ સ્ટોર બંધ રાખે છે?
ભૂરોઃ ગયા અઠવાડિયે એક બહેન આવ્યા અને કહેતા હતા કે મારી પાસે ૫૦ સાડીઓ છે. હું તમને તેના ફોટા વોટ્સએપ કરું તો તેના મેચિંગના માસ્ક મગાવી આપો ખરા?
•
ભૂરોઃ તને ખબર છે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધીને એક લાખનો આંકડો વટાવી ગઇ છે?
જિગોઃ તને ખબર છે સોશિયલ મીડિયા ઉપર કોરોનાનો ઈલાજ બતાવનારા લોકોની સંખ્યા દસ કરોડ કરતાં વધારે છે.
•
જીગોઃ હું અત્યારે લોકડાઉન સ્ટેજ-૪માં છું. પહેલાં સ્ટેજમાં વાસણ માંજ્યા, બીજામાં રસોઈ બનાવી, ત્રીજામાં કપડાં ધોયા અને હવે ચોથામાં ઘરની સાફસફાઇ કરી રહ્યો છું. અને તું?
ભૂરોઃ મેં વેલણથી માર ખાઈ લીધો પણ કામ ના કર્યું. ભાઈ, કોરોના તો થોડા દિવસોમાં ચાલ્યો જશે, પણ જો ઘરવાળીને ખબર પડી ગઈ કે આને બધું કામ આવડે છો તો આખી જિંદગીભર કામ કરવું પડશે.
•
જીગોઃ માન્યું કે ચાઈનાવાળાઓની આંખો ઓછી ખુલે છે.
ચંપાઃ પણ એમણે આખી દુનિયાની આંખો પૂરી ખોલી નાંખી છે.
•
ચંપાઃ વારંવાર હાથ શા માટે સાફ કરે છે?
જિગોઃ વાઈરસ સાફ થઈ જાયને એટલા માટે.
ચંપાઃ તો હાથની જોડે જોડે થોડા વાસણ પણ લઈ લે એટલે બંને સાફ થઈ જાય.
•