લીલીઃ લોકડાઉન પૂરું થયા પછી પણ તમને ઓફિસ મોકલવાની મારી ઇચ્છા નથી
જિગોઃ આજકાલ રોમેન્ટિક થઈ ગઈ છે તું?
લીલીઃ હવે કંઈ રોમાન્સ નથી, આ તો મને તમારું કામ સારું લાગ્યું એટલે એમ થયું કે થોડા દિવસ વધારે રોકી લઉં.
•
ભૂરોઃ ચંપા કેમ ઘરમાં પણ માસ્ક કાઢતી નથી? લાગે છે કે, બહુ કેરફુલ થઈ ગઈ છે.
જિગોઃ અરે એવું કશું જ નથી. આ તો લોકડાઉનમાં બ્યુટીપાર્લર બંધ છે એટલે માસ્ક પહેરી રાખ્યો છે.
•
ભૂરોઃ શું વાંચે છે આ?
જિગોઃ બાળઉછેર કેવી રીતે થાય એનું પુસ્તક વાંચી રહ્યો છું.
ભૂરોઃ તારે ક્યાં બાળકો છે?
જિગોઃ હા પણ મારો ઉછેર બાળક તરીકે યોગ્ય થયો હતો કે નહીં તેની ચકાસણી કરું છું.
•
જિગોઃ ભૂરા, મેં તને કહ્યું હતું કે, આપણે ૧૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સ કરવાની છે તો પછી તેં ફોન કેમ ના ઉપાડ્યો?
ભૂરોઃ સોરી યાર, ત્યારે હું કપડાં ધોતો હતો, પણ અડધો કલાક પછી મેં ફોન કર્યો હતો ત્યારે તમે કેમ નહોતો ઉપાડ્યો?
જિગોઃ ત્યારે હું કચરાં-પોતાં કરતો હતો.
ટીચરઃ એક ટોપલીમાં ૧૦ કેરી હોય અને તેમાંથી ૨ સડી જાય તો કેટલી બચે?
ભૂરોઃ સર, ૧૦ કેરી?
ટીચરઃ કેવી રીતે?
ભૂરોઃ સડવા છતાં કેરી તો કેરી જ રહેશે ને, કેળાં તો બની જવાની નથી?!
•
ચંપાઃ હવે હું દર મહિને ઘરખર્ચની રકમમાં ૫૦ ટકા જેટલી બચત કરવાની છું.
જિગોઃ વાહ, એટલે તું તારા માટે વારંવાર કપડાં નહીં ખરીદે.
ચંપાઃ ના, હું હવે જ્યાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર હશે ત્યાંથી ખરીદી કરીશ.
•
ચંપાઃ અહીંના કરેલા અહીં જ ભોગવવાના છે એટલે શું?
જિગોઃ તું મને પરેશાન કરે અને પછી કામવાળી રજા પાડીને તને હેરાન કરે એ.
•
ચંપાઃ કેમ આટલું બધું હસ્યા કરે છે?
જિગોઃ ખબર છે ગઈ કાલે પેલો ભૂરો મારો ફોન નહોતો ઉપાડતો.
ચંપાઃ હા પણ એ ફોન નહોતો ઉપાડતો તો તારે ગુસ્સે થવું જોઈએ એમાં આટલું બધું હસવાનું થોડું હોય?
જિગોઃ હા પણ, મેં કાલે રાત્રે એને એક મેસેજ કર્યો અને અત્યાર સુધીમાં એના પચાસ ફોન આવી ગયા અને ૧૦૦ મેસેજ આવી ગયા.
ચંપાઃ એવો શું મેસેજ કર્યો હતો તેં?
જિગોઃ મેં એટલું જ લખ્યું કે મારી પાસે વીસ મસાલા, દસ તમાકુની પડીકી ્ને પાંચ પેકેટ સિગારેટ છે.
જિગોઃ હવે મારે પાપ લાગે એવા જ કામ કરવા છે
ભૂરોઃ કેમ?
જિગોઃ મારા બધા ભાઈબંધો નરકમાં જશે તો, હું ખાલી સારા કામો કરીને સ્વર્ગમાં જઈને શું કરીશ?
•
લોકડાઉનમાં પત્નીઃ કહું છું સાંભળો છો?
બિચારો પતિઃ બીજો ઉપાય જ ક્યાં છે?