પત્નીઃ તમારામાં જરાય મેનર્સ જ નથી. હું એક કલાકથી બોલ-બોલ કરું છું. તમે તો બોલતાં જ નથી અને પાછા બગાસાં ખાવ છો.
પતિઃ અરે, હું બગાસાં નથી ખાતો. બોલવાની કોશિશ કરી રહ્યો છું.
•
પત્નીઃ તમે તો મારી એક પણ વાતમાં સહમત જ નથી થતાં. શું હું મુર્ખ છું?
પતિઃ સારું... ચાલ આ વાતમાં હું તારી સાથે સહમત છું. બસ. હવે ખુશ?
•
લીલીઃ સાંભળો છો?
ભૂરોઃ હા, બોલ.
લીલીઃ મને ડોક્ટરે રમણીય સ્થળે આરામ કરવાનું કીધું છે અને એ પણ અહીં નહીં... ન્યૂ યોર્ક અથવા તો પેરિસ જેવી જગ્યાએ આપણે ક્યાં જઈશું?
ભૂરોઃ બીજા ડોક્ટર પાસે.
•
ભૂરોઃ લગ્ન પહેલાં થતું આશ્ચર્ય અને લગ્ન પછીનું આશ્ચર્ય એટલે શું?
જિગોઃ લગ્ન પહેલાં પ્રેમ હોય અને આશ્ચર્ય થાય કે આ શું થયું અને લગ્ન પછી આશ્ચર્ય થાય કે આ શું થઈ ગયું?
•
શિક્ષકઃ તમારે છોકરો ગઇકાલથી ખોટેખોટી ગણતરીઓ કરે છે અને ખોટા જવાબો આપે છે.
ભૂરોઃ એ દરરોજ ગંભીરતાથી ઓનલાઈન ભણતો જ હોય છે. તમારી કંઈ ભૂલ થતી લાગે છે.
શિક્ષકઃ બોલ જિગા ૪૫ પછી શું આવે?
જિગોઃ ૬૬ આવે.
શિક્ષકઃ જોયું, હું કહેતો હતો ને...
ભૂરોઃ સાહેબ એમાં એવું છે કે, તમે જ્યારે ૧થી ૧૦૦ શીખવાડતા હતા તેમાં ૪૫ પહોંચ્યા ત્યારે નેટવર્ક ડાઉન થઈ ગયું હશે અને નેટવર્ક પાછું આવ્યું ત્યારે તમે ૬૬ પહોંચી ગયા હશો. એટલે આવા જવાબ આપે છે.
•
એક ડોશી ઘરમાં એકલા સૂતા હતા અને ચોર ઘરમાં ઘૂસ્યો
ચોરઃ બધા ઘરેણાં, રૂપિયાની તિજોરી ક્યાં છે?
ડોશીઃ ઘરનાં બધા લોકો રૂપિયા અને ઘરેણાં લઈને ફાર્મ હાઉસ જતા રહ્યાં છે અને બેટા બહાર જતી વખતે સેનેટાઇઝરથી હાથ ધોતો જજે મને કોરોના થયો છે એટલે હોમ ક્વોરન્ટાઈન કરી છે.
આટલું સાંભળીને ચોર બેભાન થઇ ગયો.
•
ડોક્ટરઃ તમારું અને તમારી પત્નીનું બ્લ્ડ ગ્રૂપ એક સરખું જ છે.
ભૂરોઃ તમને તો ચેક કર્યા પછી ખબર પડી પણ મને તો ચેક કર્યા વગર જ ખબર હતી.
ડોક્ટરઃ એવું બને જ કેવી રીતે?
ભૂરોઃ લગ્ને વીસ વર્ષ થયા, પહેલાં મહિનાથી મારું લોહી પીતી આવી છે હવે તો એક સરખું જ બ્લડ ગ્રૂપ હોય ને?
•
લીલીઃ આ લો ૨૦૦૦ રૂપિયા
ભૂરોઃ કેમ આજે આટલી ખૂશ થઈ ગઈ?
લીલીઃ ખુશ નથી થઈ, તમે આ પૈસાથી દારૂ લઈને આવો, અને પી લ્યો.
ભૂરોઃ અરે, લોકડાઉન પૂરું થઈ ગયું. નોકરીઓ ચાલુ થઈ ત્યાં દારૂ ક્યાંથી પીવાય?
લીલીઃ લોકડાઉનમાં રોજ દારૂની ગંધની આદત પડી ગઈ છે. હવે ગંધ વગર ઊંઘ નથી આવતી.
•
શિક્ષકે ગધેડા સામે દારૂની બોટલ અને પાણીની બાલ્ટી રાખી.
ગધેડો બધું પાણી પી ગયો.
શિક્ષક (વિદ્યાર્થીઓને)ઃ કહો બાળકો, આમાંથી શું શીખવા મળ્યું?
લલ્લુઃ એ જ કે જે દારૂ ન પીવે એ ગધેડો છે.