જિગોઃ જીવનમાં એક જ વખત અપ્સરા મળી અને તે પણ બાળપણમાં.
ભૂરોઃ શું વાત કરે છે? ક્યારે અપ્સરા મળી હતી તને યાર?
જિગોઃ અલ્યા, અપ્સરા પેન્સિલની વાત કરું છું.
•
શિક્ષકઃ અરે જિગા તારું ગણિત તો ખૂબ જ નબળું છે. તારે ખૂબ જ મહેનત કરવી પડશે.
જિગોઃ સારું સાહેબ.
શિક્ષકઃ તને ખબર છે તારી ઉંમરમાં તો અમે ગણિતના આનાથી પણ વધારે અઘરા દાખલા ગણી કાઢતા હતા.
જિગોઃ એ વખતે સાહેબો પણ હોંશિયાર હશે ને?
•
એક જવાને પોતાના ઉપરી અધિકારી પાસે આઠ દિવસની રજા માંગી. અધિકારીએ રજા આપવાનું ટાળવા માટે જવાનને કહ્યું, ‘જા પહેલાં દુશ્મન સેનાની એક ટેન્ક ઉપાડી લાવ. પછી વાત કર રજાની...’
બે કલાક પછી જવાન ટેન્ક લઈ આવ્યો. ઉપરી અધિકારી ટેન્શનમાં.
આશ્ચર્યચક્તિ થઈને તેમણે પૂછ્યું, ‘આ તેં કેવી રીતે કર્યું?’
જવાન બોલ્યો, ‘એમાં શું છે? તે લોકોને રજા જોઈતી હોય તો તે લોકો આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’
•
ચંગુ ડોક્ટર પાસે ગયો અને પૂછયુઃ ડોક્ટર સાહેબ, તમે ઘરે ચેક-અપ માટે આવવાની કેટલી ફી લો છો?
ડોક્ટરઃ ૩૦૦ રૂપિયા.
ચંગુઃ ઠીક છે. તો ચાલોને સાહેબ મારા ઘરે...
ડોક્ટરે પોતાની ગાડી કાઢી અને એમાં બેસીને બન્ને જણ ચંગુના ઘરે પહોંચ્યા.
બિલ્ડિંગના ગેટ પાસે ગાડી પહોંચી કે તરત જ ચંગુએ ગાડી ઊભી રખાવીને ડોક્ટરને ૩૦૦ રૂપિયા આપી દીધા.
ડોક્ટરઃ અરે, મારી ફી માટે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી, પહેલાં પેશન્ટને ચેક તો કરી લેવા દો.
ચંગુઃ પેશન્ટ કોઇ નથી સાહેબ, આ તો ટેક્સીવાળો અહીં સુધી આવવાના ૫૦૦ રૂપિયા માગતો હતો.
•
ચંગુ અંતિમ પથારીએ હતો એટલે યમરાજે તેને પૂછયુંઃ તુમ્હારી કોઈ આખરી ઇચ્છા?
ચંગુએ તૂટતા સ્વરે કહ્યુંઃ મારે નરેન્દ્ર મોદીનાં લગ્નમાં મનમોહન સિંહને સલમાન ખાનની પત્ની સાથે વાત કરતાં જોવા છે.
•
મેડિકલ લાઈનમાં જુદાજુદા સ્પેશીયાલીસ્ટોનાં ફેવરીટ ફિલ્મી ગાયનો.
ફીઝિયોથેરાપીસ્ટ: તુજ કો ચલના હોગા...
હોમિયોપેથ: હૌલે હૌલે સે દવા લગતી હૈ...
ઓપ્થેલ્મોલોજીસ્ટ: અખિયોં કે ઝરોખોં સે...
નેચરોપેથ: પરબત કે નીચે, ચંબે દા ગાંવ...
પિડીયાટ્રીશીયન: નન્હા મુન્ના રાહી હું...
રેડીયોલોજીસ્ટ (એક્સ-રે): કભી આર, કભી પાર...
ગાયનેક: આયેગા... આનેવાલા આયેગા...
કાર્ડિયોલોજીસ્ટ (હાર્ટ): માય હાર્ટ ઈઝ બિટીંગ...
ડર્મેટોલોજીસ્ટ (ચામડી): ધૂપ મેં નિકલા ન કરો રૂપ કી રાની...
સાયકોલોજીસ્ટ: મન મોર બની થનગનાટ કરે...
સર્જન: માર દિયા જાય, યા છોડ દિયા જાય...
જનરલ પ્રેકટીશનર: મૈં ચાહે યે કરું, મૈં ચાહે વો કરું, મેરી મરજી...
મેડિકલ રિપ્રેઝન્ટેટિવ: તેરે દ્વાર ખડા એક જોગી...