બે છોકરા બે છોકરીઓનો પીછો કરી રહ્યા હતા
રક્ષાબંધનનો દિવસ હતો
છોકરીઓ રાખડીની દુકાનમાં ગઇ.
રાખડી ખરીદી, બહાર આવીને તરત બન્ને છોકરાંને એક એક રાખડી બાંધતા બોલી, ‘હેપ્પી રક્ષાબંધન ભૈયા!’
છોકરાઓએ એકબીજા સામે જોયું.
પછી બોલ્યા ‘ચાલો, વાંધો નહિ, તું મારી બહેન જોડે મેરેજ કરજે, હું તારી બહેનને પરણીશ !’
બોયઝ રોક!
ગર્લ્સ શોક્ડ!
•
ટીચરે બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું. ભૂરા સિવાય બધા મેચ પર નિબંધ લખવામાં વ્યસ્ત થઈ ગયા.
ભૂરાએ લખ્યુંઃ વરસાદને કારણે મેચ બંધ છે
•
ટીચરઃ બંજર જમીન કોને કહેવાય?
ભૂરોઃ જ્યાં કંઈ ઊગી ન શકે.
ટીચરઃ ઉદાહરણ તરીકે.
ભૂરોઃ મારા પપ્પાની ટાલ.
•
પિતાઃ તારું પેપર કેવું ગયું?
ભૂરોઃ ફક્ત એક પ્રશ્નનો જવાબ ખોટો લખી નાંખ્યો.
પિતાઃ શાબાશ, બાકીના બધા સવાલના જવાબ સાચા લખ્યાને?
ભૂરોઃ બીજા સવાલના જવાબ લખ્યા છે જ કોણે?
•
શિક્ષકઃ હું તને એક સવાલ પૂછું છું જો તું સાચો જવાબ આપીશ તને ઈનામ મળશે. બોલ... તારા માથામાં કેટલા વાળ છે?
ભૂરોઃ એક લાખ, અગિયાર હજાર, સાતસો નેવ્યાશી.
શિક્ષકઃ સરસ, પણ તને ખબર કેવી રીતે પડી?
ભૂરોઃ મેં ગણ્યા છે તમને વિશ્વાસ ન હોય તો ગણી લો.
•
શિક્ષકઃ એક એવી વસ્તુનું નામ આપ. જે તું રોજ ખાય છે છતાં તને ગમતું નથી.
ભૂરોઃ તમારો તમાચો.
•
શિક્ષકઃ સાત રીંગણાને દસ લોકો વચ્ચે કેવી રીતે વહેંચશો?
ભૂરો માથું ખંજવાળતો બોલ્યોઃ ઓળો બનાવીને.
•
છગન (લીલીને): લલ્લુને કેમ મારે છે?
લીલીઃ મેં ગધેડાને કહ્યું, જેટલું વધુ ભણીશ એટલી સારી પત્ની મળશે.
છગનઃ હા તો શું થઇ ગયું?
લીલીઃ તો મને કહે છે, પપ્પા તો ખૂબ ભણ્યા છે. એનું શું મળ્યું?
છગનઃ હેં!?
•
શિક્ષકે ભૂરાને ચાર પાનાંનો નિબંધ લખવાનું કહ્યું. વિષય હતો આળસ શું છે?
ભૂરાએ ત્રણ પેજ ખાલી છોડીને ચોથા પર મોટા અક્ષરમાં લખ્યું, ‘આ આળસ છે.’
•
શિક્ષકઃ જો ઇરાદા બુલંદ હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે.
ભૂરોઃ હું તો લોખંડમાંથી પણ પાણી કાઢી શકું છું.
શિક્ષકઃ કેવી રીતે?
ભૂરોઃ હેન્ડપંપ દ્વારા.
શિક્ષકે ભૂરાને વર્ગની બહાર કાઢી મૂક્યો.
•